ગુજરાતમાં દારૂ ન મળ્યો તો હું રાજનીતિ છોડી દઈશ : અશોક ગહલોત

News18 Gujarati
Updated: October 9, 2019, 10:07 AM IST
ગુજરાતમાં દારૂ ન મળ્યો તો હું રાજનીતિ છોડી દઈશ : અશોક ગહલોત
અશોક ગહલોત અને વિજય રૂપાણી (ફાઇલ તસવીર)

અશોક ગહલોતે કહ્યુ, ગુજરાતના લોકો પણ જાણે છે કે રાજ્યમાં દારૂ સરળતાથી મળે છે

  • Share this:
જોધપુર : રાજસ્થાન (Rajasthan)ના મુખ્યમંત્રી અશોક ગહલોત (Ashok Gehlot)એ ગુજરાત (Gujarat)ના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)ના નિશાના પર વળતો હુમલો કરતાં પોતે પડકાર આપ્યો છે. ગહલોતે કહ્યુ કે, જો ગુજરાતમાં દારૂ નહીં મળે તો તેઓ રાજનીતિ (Politics) છોડી દેશે અને જો દારૂ મળી જશે તો રૂપાણીએ રાજનીતિ છોડી દેવી જોઈએ. નોંધનીય છે કે, છેલ્લા 3 દિવસોથી દારૂબંધી (Liquor Ban)ના મુદ્દે ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રી આમને-સામને આવી ગયા છે. બંને એકબીજા સામે આક્ષેપબાજી કરી રહ્યા છે.

ગુજરાતમાં ઘરે-ઘરે દારૂ પીવાય છે : ગહલોત

આ પહેલા 5 ઑક્ટોબરે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે જયપુરમાં સવાઈ માનસિંહ હૉસ્પિટલના કાર્યક્રમમાં કહ્યુ હતું કે, દારૂબંધીથી કોઈ ફાયદો નથી થતો. ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ઘરે-ઘરે દારૂ પીવાય છે. ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જવાબ આપતાં કહ્યુ હતું કે, ગહલોત આવું નિવેદન આપીને સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છે, તેમને માફી માંગવી જોઈએ.

મોદી કોંગ્રેસને આંખમાં કણાંની જેમ ખૂંચે છે : રૂપાણી

સીએમ રૂપાણીએ વધુમાં કહ્યુ હતું કે, કોંગ્રેસનાં લોકોને ગાંધી પણ ગમતા નથી, સરદાર પણ ગમતા નથી, ગુજરાત પણ ગમતું નથી અને મોદી તો આંખમાં કણાંની જેમ ખૂંચે છે. ત્યારે આ બધો બકવાસ થઇ રહ્યો છે તેમ હું માનું છું. રાજસ્થાનની જનતા ઇચ્છતી હતી કે ત્યાં દારૂબંધી થવી જોઇએ. પરંતુ નશામાં ચૂર એવી કૉંગ્રેસે આ વાત માનવાને બદલે ગુજરાતમાં ઘરે ઘરે લોકો દારૂ પી રહ્યાં છે તેવું બોલીને અપમાન કરવાની ચેષ્ટા કરી છે તેનાથી ગુજરાતીઓ તેમને માફ નહીં કરે.

ગુજરાતમાં દારૂ ન મળ્યો તો રાજનીતિ છોડી દઈશ : ગહલોત
જોધપુરમાં અશોક ગહલોતે વિજય રૂપાણીની વાતોનો જવાબ આપી રહ્યા હતા. ગહલોતે વળતો હુમલો કરતાં કહ્યુ કે, રૂપાણી પુરવાર કરી દે કે ગુજરાતમાં દારૂ સરળતાથી નથી મળતો તો હું રાજનીતિ છોડી દઈશ અને જો ત્યાં દારૂ સરળતાથી મળવાની વાત પુરવાર થઈ તો રૂપાણી પણ રાજકારણ છોડી દે. ગહલોતે કહ્યુ કે, ગુજરાતમાં આઝાદી બાદથી દારૂબંધી છે પરંતુ કોઈને પણ પૂછી લો ત્યાં સરળતાથી દારૂ મળી જાય છે, આ વાત ગુજરાતના લોકો જાણે છે, તે વ્યક્તિ દારૂ પીતી હોય કે ન પીતી હોય.

આ પણ વાંચો,

ગુજરાતનો એક કિ.મી. એવો વિસ્તાર નહીં હોય કે જ્યાં પોટલી મળતી ન હોય : શંકરસિંહ વાઘેલા
દારૂબંધીના 'બ્રાન્ડ એમ્બેસેડર' અલ્પેશ પાસે દારૂના અડ્ડાઓનું લિસ્ટ છે, રૂપાણી દરોડા પાડે: કૉંગ્રેસ

First published: October 9, 2019
વધુ વાંચો
अगली ख़बर