Home /News /national-international /કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી: અશોક ગહેલોતે જયપુરમાં બોલાવી ધારાસભ્યોની બેઠક, થશે મોટી જાહેરાત

કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી: અશોક ગહેલોતે જયપુરમાં બોલાવી ધારાસભ્યોની બેઠક, થશે મોટી જાહેરાત

અશોક ગેહલોત (ફાઇલ તસવીર)

Congress president election: કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં સૌથી મોખરે એવા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આજે જયપુરમાં ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે.

    જયપુર: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડવાની વાતે જોર પકડતા રાજધાની જયપુર રાજનીતિનું હોટસ્પોટ બની ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી અશોક ગેહલોતે રવિવારે જયપુરમાં આવેલા પોતાની નિવાસસ્થાન પર ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. આ બેઠક સાંજના સાત વાગ્યે થશે. આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગે અને અજય માકનની હાજરીમાં થશે. જો કે, આ બેઠક ક્યા સંબંધમાં થઈ રહી છે, તે હજૂ સ્પષ્ટ થઈ શક્યું નથી. તો વળી બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ પદથી વધારે મુખ્યમંત્રી પદને લઈને સસ્પેંસ બનેલું છે.

    આપને જણાવી દઈએ કે, અશોક ગેહલોતે ગત શુક્રવારે મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતુ કે, મેં એ નક્કી કર્યું છે કે, કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડીશ. તેને લઈને હું ટૂંક સમયમાં ઉમેદવારી નોંધાવાની તારીખ નક્કી કરીશ. વિપક્ષને મજબૂત કરવાની જરુર છે. એટલા માટે મેં આ નિર્ણય કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર કરી દીધા છે. નામાંકન દાખલ 24થી 30 સપ્ટેમ્બર સુધી થશે. નામાંકન પાછું ખેંચવાની અંતિમ તારીખ 8 ઓક્ટોબર છે. પરિણામ 19 ઓક્ટોબરે જાહેર થશે. એકથી વધારે ઉમેદવારી થવા પર 17 ઓક્ટોબરના રોજ મતદાન થશે.

    આ પણ વાંચો: શું કોંગ્રેસમાં થશે મોટો ફેરફાર? સોનિયા ગાંધીએ અશોક ગેહલોતને કરી અધ્યક્ષ પદની ઓફર!

    હાઈકમાનને મળ્યા પાયલટ, પોઝિટિવ સંકેતો મળ્યા

    તો વળી એક બાજૂ એક વાત સામે આવી રહી છે કે મુખ્યમંત્રી અશોક ગેહલોત અધ્યક્ષ પદની સાથે સાથે પોતાની પાસે સીએમ પદ પણ રાખી શકે છે. કેટલીય વાર તેમણે એવા સંકેતો પણ આપ્યા છે, પણ રાજ્યમાં તેમના વિરોધીમાં જૂથમાં તેમની દિલ્હીમાં બેસવાની ખબર બાદ એક્ટિવ થઈ ગયા છે. તેમના મુખ્ય વિરોધી સચિન પાયલટે ગત શુક્રવારે દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં તેમને પોઝિટિવ સંકેત મળ્યા હતા. ત્યારે બની શકે છે કે, રાજ્યની કમાન સચિન પાયલટના હાથમાં સોંપવામાં આવે.

    અત્યાર સુધીમાં 50 ધારાસભ્યોને મળી ચુક્યા છે સચિન પાયલટ


    આજે સચિન પાયલટના નિવાસ પર લગભગ 12 ધારાસભ્યો તેમને મળવા પહોચ્યા હતા. કાલથી લઈને અત્યાર સુધીમાં તેમને 50 જેટલા ધારાસભ્યો મળી ચુક્યા છે. તેમાં પાયલટ વિરોધી જૂથના ધારાસભ્યો પણ સામેલ છે. અહીં કહેવાય છે કે, પાયલટને જ્યારે એવા સંકેત મળ્યા કે, અશોક ગહેલોત અધ્યક્ષ પદની કમાન સંભાળશે, તો તેઓ પણ એક્ટિવ મોડમાં આવી ગયા. પોતાના જૂથના ધારાસભ્યોને એકઠા કરવા લાગ્યા,સાથે જ તેઓ વિરોધી જૂથના ધારાસભ્યોને પણ સાધવામાં લાગી ગયા હતા.

    સીએમ પદની રેસમાં ડો. સીપી જોશી પણ


    તો વળી પાયલટની સાથે સાથે મુખ્યમંત્રી પદની રેસમાં જે નામ સૌથી આગળ ચાલી રહ્યા છે, તે છે વિધાનસભા અધ્યક્ષ ડો. સીપી જોશીનું. દિલ્હીમાં હાઈકમાન સાથે મુલાકાત કર્યા બાદ સચિન પાયલટ જ્યારે રાજધાની દિલ્હી પાચા ફર્યા તો, તે સૌથી પહેલા ડો. સીપી જોશીને મળવા પહોંચ્યા. બંને વચ્ચે લગભગ દોઢ કલાક સુધી બેઠક ચાલી. જો કે, આ બેઠકમાં શું વાતચીત થઈ તે કંઈ જાણવા મળ્યું નથી.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Ashok Gehlot, Congress chief, Rajsthan

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन