Home /News /national-international /ઠંડીથી બચવા માટે ઘરમાં સગડી સળગાવી, ગૂંગળામણ થતાં 5 લોકોના મોત થયાં

ઠંડીથી બચવા માટે ઘરમાં સગડી સળગાવી, ગૂંગળામણ થતાં 5 લોકોના મોત થયાં

રાજસ્થાનમાં પાંચ લોકોના મોત (આ ફોટો પ્રતિકાત્મક છે)

રાજસ્થાનના ચુરુ જિલ્લાના રતનગઢમાં દમ ઘુટાવાના કારણે ત્રણ લોકોના મોત થઈ ગયા છે. પરિવાર ઠંડીથી બચવા માટે રુમમાં સગડી લઈને બેઠા હતા. મરનારા લોકોમાં સાસુ, વહુ અને પૌત્રી સામેલ છે.

  ચુરુ: રાજસ્થાનના ચુરુ જિલ્લાના રતનગઢમાં દમ ઘુટાવાના કારણે ત્રણ લોકોના મોત થઈ ગયા છે. પરિવાર ઠંડીથી બચવા માટે રુમમાં સગડી લઈને બેઠા હતા. મરનારા લોકોમાં સાસુ, વહુ અને પૌત્રી સામેલ છે. સગડીના ધુમાડો રુમમાં ભરાઈ જવાથી દમ ઘુંટાવા લાગ્યો અને તેમાં પાંચ લોકોના મોત થઈ ગયા હતા. ત્રણ મહિનાના માસૂમની હાલત ગંભીર છે. સીઆઈ સુભાષ બિજારણિયાએ જણાવ્યું છે કે, રવિવારની રાતે ગોરીસર ગામ નિવાસી અમરચંગ પ્રજાપતની 58 વર્ષિય પત્ની સોના દેવી, 36 વર્ષિય વહુ ગાયત્રી દેવી અને પત્ની રાજકુમાર, 3 વર્ષિય પૌત્રી તેજસ્વિની અને 3 મહિનાનો પૌત્રા ખુશીલાલ રુમમાં સુઈ રહ્યો હતો.

  આ પણ વાંચો: રાજસ્થાન: બકરીના દૂધમાંથી બનાવામાં આવે છે સાબુ, 150 રૂપિયામાં વેચાય છે એક નંગ

  રાતના સમયે ઠંડી વધારે હોવાથી સાસુ વહુ રુમમાં સગડી સળગાવીને રાખી હતી. સોમવારે સવારે 8 કલાક સુધી રુમનો ગેટ ખોલાયો નહીં. અમરચંદે રુમનો દરવાજો ખટખટાવ્યો. અંદરથી કોઈ અવાજ આવ્યો નહીં. બારી તોડીને જોયું તો, અમરચંદે બધાને ખાટલા પર સુતેલા જોયા. કોઈનામાં કોઈ હલચલ દેખાતી નહોતી. 3 મહિનાનો પૌત્ર સુઈ રહ્યો હતો. અમરચંદ બારીમાંથી રુમમાં ઘુસ્યો એટલી વારમાં તો પત્ની-વહુ અને પૌત્રીનું મોત થઈ ચુક્યું હતુ.

  આ બાજૂ બિકાનેરમાં પણ બિછવાલ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા વિસ્તારમાં દમ ઘુટવાના કારણે પતિ-પત્નીનું મોત થઈ ગયું છે. બંને કૂચ બિહારના રહેવાસી હતા. અહીં કરણી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં મજૂરી કરતા હતા. જાણવા મળ્યું છે કે, આ બંને પતિ-પત્ની ઠંડીથી બચવા માટે રાતે રુમમાં સગડી સળગાવીને સૂતા હતા.

  સવારના સમયે જ્યારે આ ઘરમાંથી કોઈ દેખાયું નહીં તો, આજૂબાજૂના લોકોએ અંદર જઈને જોયું તો, બંનેના શરીરમાં કોઈ હલચલ દેખાતી નહોતી. બાદમાં પોલીસને જાણ કરાઈ. પોલીસ આવી અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: Rajasthan news

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन