Home /News /national-international /

Rajasthan: દલિત યુવકનું અપહરણ કરી બાંધીને લાકડી વડે માર માર્યો, દારૂ બાદ પીવડાવ્યો પેશાબ, હાલત ગંભીર

Rajasthan: દલિત યુવકનું અપહરણ કરી બાંધીને લાકડી વડે માર માર્યો, દારૂ બાદ પીવડાવ્યો પેશાબ, હાલત ગંભીર

રાજસ્થાનના દલિત યુવક પર અત્યાયારનો એક કિસ્સો સામે આવ્યો હતો.

Churu crime news: રાજસ્થાનના ચૂરુમાં દલિત યુવક સાથે દુરવ્યવહાર કરવાનો એક કિસ્સો સામે આવ્યો છે. પહેલાની જૂની અદાવત રાખીને એક દલિક યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. અને તેને બળજબરી પૂર્વક દારુ પીવડાવ્યો હતો અને ત્યાર બાદ આરોપીએએ તે જ બોટલમાં પેશાબ (Urine) ભરીને પીવડાવ્યું હતું.

વધુ જુઓ ...
    ચૂરુ: ચૂરુ જિલ્લાના રતનગઢમાં દલિત યુવક (Dalit Youth) સાથે એક દુરવ્યવહાર કરવાનો એક કિસ્સો સામે આવ્યો છે. જૂની અંગત અદાવત રાખીને આરોપીઓએ યુવકને ઘરથી જબરજસ્તી ઉઠાવી લીધો હતો અને તેને ખેતરમાં લઈ જઈને લાકડી વડે માર મારીને દારૂ અને પેશાબ (Urine) પીવડાવ્યો હતો. પીડિચ યુવતે આઠ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ગત હોળીના દિવસે ગામના યુવાનો સાથેના નાના-મોટા ઝઘડાનો ભોગ તેને ભોગવવી પડશે તેવી પીડિતાએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. 3 દિવસ સુધી રતનગઢની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ યુવકની તબિયત બગડતાં રવિવારે તેને હાયર સેન્ટરમાં રિફર કરવામાં આવ્યો હતો.

    રતનગઢના નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુ શર્માના જણાવ્ય અનુસાર રુખાસરમાં રહેતા 25 વર્ષીય યુવકે ફરિયાદ નોંધાવી છે કે, 26 જાન્યુઆપીએ રાત્રે 11 વાગ્યાની આસપાસ તે તેના ઘરમાં આરામ ફરમાવી રહ્યો હતો. તે દરમિયાન ગામના ઉમેશ જાટ તેના મિત્રો સાથે આવ્યો અને મને મારા ગેટ પાસે બોલાવ્યો હતો ઉમેશે તેને તેની સાથે જવા માટે કહ્યું હતું,. તે દરમિયાન રાકેશે ના કહ્યું તો તરત જ ઉમેશની બોલેરો કારમાંથી રાજેશ જાટ, તારાચંદ જાટ, રાકેશ જાટ, બીરબલ જાટ, અક્ષય બિજરાણીયા, દિનેશ જાટ અને બિરદીચંદ જાટ આવીને તેને ઘેરી લીધો હતો.

    મારામારી કરી બોટલમાં પીવડાવ્યો પેશાબ

    રાકેશ અને રાજેશે તેમનું મોઢું બંધ કરી દીધું, તમામ લોકો તેને જબરજસ્તી સાથે ઉઠાવી લીધો અને તેની બોલેરો કારમાં બેસાડી દીધો હતો. તે આરોપી તેને સાંવરમલ નાઈના ખેતરમાં કુંડ પર લઈ ગયા અને જ્યાં રાકેશ અને રાજેશે જબરજસ્તી દારુ પીવડાવ્યો અને ખાલી થયેલી દારૂની બોટલમાં તેને પેશાબ પીવડાવ્યો હતો.

    આ પણ વાંચો: પૂર્વ Mrs India Earth શ્વેતા ચૌધરી ફસાઈ મુસીબતમાં, 15 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ

    ગામમાં ભૈરુજી પોલીસ સ્ટેશને ફેકીને ચાલ્યા ગયા

    પીડિત યુવકનો આરોપ છે કે, બાદમાં આરોપીઓએ ગંદી ગાળો બોલતા લાકડીઓ અને દોરડા વડે માર મારવાનું શરૂ કર્યું. જ્યારે પીડિત રસ્તા પર મૃત હાલતમાં પડ્યો હતો, ત્યારે આરોપીઓએ તેને મૃત સમજી લીધો હતો અને ગામના ભૈરુજી પોલીસ સ્ટેશન પાસે તેને ફેકી દીધો હતો.

    આ પણ વાંચો: કેનેડામાં કોરોનાના કડક નિયમો સામે ભારે પ્રદર્શન, PM ટુડ્રો પરિવાર સાથે ગુપ્ત સ્થાને ગયા

    હોળીના દિવસે થઈ હતી સામાન્ય બોલચાલ

    હોંશ આવતા પીડિતા તેના ઘરે પહોંચ્યો ત્યાંથી તેને રતનગઢ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. રવિવારે તેમની તબિયત બગડતાં તેમને હાયર સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા હતા. રિપોર્ટમાં પીડિતાએ જણાવ્યું કે ગત હોળી પર પીછો રમવાના મુદ્દે ઉમેશ વગેરે સાથે તેનો ઝઘડો થયો હતો. ત્યારથી તેઓને તેની સાથે અણબનાવ થવા લાગ્યો હતો.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Crime news, Rajasthan news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन