વહુની કામણગારી કાયા પર ફીદા થયા સસરા, દીકરાની ગેરહાજરીમાં લઈને ભાગી ગયા
રાજસ્થાનમાં લોહીના સંબંધને લજવતો કિસ્સો સામે આવ્યો
પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલો બુંદીના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના સિલોર ગામનો છે. ત્યાં પીડિત યુવક પવન વૈરાગીએ આ સંબંધમાં પોતાની પિતા રમેશ વૈરાગી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બુંદી: રાજસ્થાનમાં સંબંધોને લાંછન લગાડતો એક કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનના બુંદી જિલ્લામાં એક સસરા પોતાની પુત્રવધૂ પર ફીદા થઈ ગયા. આરોપ છે કે, ત્યાર બાદ તેને લઈને ઘરેથી ભાગી ગયા હતા. દીકરાને જ્યારે પિતા અને પત્નીની આવી કરતૂત ખબર પડી તો, તે ચોંકી ગયો હતો. ત્યાર બાદ તેની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. તેના પિતા પર પત્નીને ભગાડી જવાનો આરોપ લગાવતા તેને શોધી આપવાની આજીજી કરી હતી. પીડિતનો આરોપ છે કે, પોલીસે તેની વાતને ગંભીરતાથી લીધી નથી, જ્યારે પોલીસનું કહેવું છે કે, તે બંનેની ગંભીરતાથી તપાસ કરી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલો બુંદીના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના સિલોર ગામનો છે. ત્યાં પીડિત યુવક પવન વૈરાગીએ આ સંબંધમાં પોતાની પિતા રમેશ વૈરાગી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પવનનો આરોપ છે કે, તેના પિતા તેની પત્નીને ભગાડીને લઈ ગયા છે. પીડિતનું કહેવું છે કે, પોલીસે તેના રિપોર્ટને ગંભીરતાથી લીધો નથી. પવનને છ મહિનાની એક દીકરી પણ છે. પીડિત યુવકનો આરોપ છે કે, તે તેની બાઈક લઈને ફરાર થઈ ગયા છે. તેણે આરોપ લગાવ્યો કે, અગાઉ પણ તેના પિતા આવી હરકતો કરી ચુક્યા છે. તેની પત્ની સીધી છે. પિતા તેને ડરાવતા ધમકાવતા પણ હતા. પવન આરસીસીનું કામ કરે છે. તે મજૂરી માટે બહાર રહેતો હતો.
પોલીસ પ્રભારીએ કહ્યું કે, ગંભીરતાથી કરી રહ્યા છીએ તપાસ
સદર પોલીસ પ્રભારી અરવિંદ ભારદ્વાજે કહ્યું કે, આ સમગ્ર કેસની ગંભીરતાથી તપાસ થઈ રહી છે. પવન વૈરાગીએ પત્નીને ભગાડી જવા માટે પિતા પર શક કર્યો છે. તપાસ ચાલી રહી છે. અહીં ઉલ્લેખનિય છે કે, આ અગાઉ રાજસ્થાનના સિરોહી જિલ્લામાં જમાઈ અને સાસુની પ્રેમ કહાની સામે આવી હતી. ત્યાં સાસુના પ્રેમમાં પાગલ થયેલા જમાઈ નશામાં ધૂત રહેલા સસરાને દગો આપી પોતાની સાસુને લઈને ફરાર થઈ ગયો હતો. ત્યાર બાદ કેટલાય દિવસ સુધી પોલીસ આ બંનેને શોધતી રહી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર