પુત્રીએ પિતાને દહેજમાં ગર્લ્સ હોસ્ટેલ બનાવવાની કરી ડિમાન્ડ, પિતાએ કન્યાદાનમાં 75 લાખ આપીને નિભાવી ફરજ

બાડમેરના કિશોર સિંહ કનોદની પુત્રી અંજલી કંવરે 21 નવેમ્બરે પ્રવિણ સિંહ સાથે લગ્ન કર્યા (Photo posted on Facebook by Kishore Singh Kanod )

Rajasthan news - પોતાની પુત્રીની ઇચ્છા પ્રમાણે છોકરીઓના હોસ્ટેલના નિર્માણ માટે 75 લાખ રૂપિયાનું દાન આપ્યું

 • Share this:
  દીકરીઓને શિક્ષણમાં પ્રોત્સાહન આપવા માટે રાજસ્થાનમાં (Rajasthan)એક દૂલ્હને (bride)પોતાના પરિવારને વિનંતી કરી કે તેના દહેજ (dowry)માટે નિર્ધારિત રકમનો ઉપયોગ છોકરીઓના હોસ્ટેલના નિર્માણ માટે કરવામાં આવે. બાડમેરના કિશોર સિંહ કનોદની પુત્રી અંજલી કંવરે 21 નવેમ્બરે પ્રવિણ સિંહ સાથે લગ્ન કર્યા હતા. દૈનિક ભાસ્કરમાં પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે અંજલીએ લગ્ન પહેલા પોતાના પિતા સાથે વાત કરી હતી અને તેમને કહ્યું કે દહેજ માટે અલગ રાખવામાં આવેલા પૈસા છોકરીઓના હોસ્ટેલના નિર્માણમાં જવા જોઈએ. કિશોર સિંહ કનોદે સહમતી વ્યક્ત કરી અને પોતાની પુત્રીની ઇચ્છા પ્રમાણે નિર્માણ માટે 75 લાખ રૂપિયાનું દાન આપ્યું છે.

  સોશિયલ મીડિયામાં આ પગલાની પ્રશંસા થઇ રહી છે

  સોશિયલ મીડિયામાં (Social media)પર આ પગલાની ઘણી પ્રશંસા થઇ રહી છે. બાડમેરના (Barmer)રાવત ત્રિભુવન સિંહ રાઠોરે સમાચાર પર લેખની એક ક્લિપ શેર કરી છે. રિપોર્ટ પ્રમાણે અંજલીએ લગ્નની વિધિ પુરી થયા પછી મહંત પ્રતાપ પુરીનો સંપર્ક કર્યો હતો અને એક પત્રમાં પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જે તેમણે ભેગા થયેલા મહેમાનો સામે વાંચ્યો હતો. જોરદાર તાળીઓથી દુલ્હનના આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું. તેના પિતાએ અંજલીને એક ખાલી ચેક ભેટ કર્યો જેમાં રકમ ભરવા માટે કહ્યું હતું.

  આ પણ વાંચો - મામા બનીને ગરીબ દીકરીના લગ્નમાં પહોંચ્યા, 9 તોલા સોનું, 1 કિલો ચાંદી આપીને નિભાવી મામેરાની વિધિ  તારાતારા મઠના વર્તમાન પ્રમુખ મહંત પ્રતાપ પરીએ આ પહેલની પ્રશંસા કરતા કહ્યું કે સમાજના સારા કામ માટે પૈસા અલગ રાખવા અને કન્યાદાનના સમયે યુવતીઓની શિક્ષા વિશે વાત કરવી એક પ્રેરણાદાયક કાર્ય છે.

  આ પણ વાંચો - ભાણાના મામેરામાં બે કોથળામાં રૂપિયા ભરીને પહોંચ્યા 3 મામા, બધી નોટો ગણતા લાગ્યા 3 કલાક

  આ પહેલા હોસ્ટેલના નિર્માણ માટે 1 કરોડ રૂપિયા દાન આપ્યું હતું

  પત્રિકાના રિપોર્ટ પ્રમાણે તેમણે એ પણ જાહેરાત કરી કે શ્રી કનોદે પહેલા જ એનએચ 68 પર એક હોસ્ટેલના નિર્માણ માટે 1 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી હતી. જોકે નિર્માણને પુરુ કરવા માટે 50 થી 75 લાખ રૂપિયાના વધારાના ધનની જરૂરિયાત હતી. આ રકમ સાથે તેમની પુત્રીને ધન્યવાદ પણ આપવામાં આવ્યા હતા.
  Published by:Ashish Goyal
  First published: