બૂંદી: રાજસ્થાનના બૂંદીમાં ભાજપના મહિલા ધારાસભ્યએ પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે ટાંકી પર ચડીનો વિરોધ કર્યો હતો. ભાજપ ધારાસભ્ય ચંદ્રકાંતા મેઘવાળ આ વિસ્તારમાં થઈ રહેલી સતત ચોરી અને લૂંટફાટની ઘટનાઓ અને કાયદો અને વ્યવસ્થાના મુદ્દા પર પોલીસ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહી હતી.
આ મામલો બૂંદી જિલ્લાના કાપરેનનો છે. ભાજપ ધારાસભ્ય ચંદ્રકાંતા મેઘવાળ, ભાજપ જિલ્લા અધ્યક્ષ છિતર લાલ રાણા સહિત ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ટાંકી પર ચડીને પોલીસ પ્રશાસન વિરુદ્ધ 10 કલાક સુધી વિરોધ પ્રદર્શન કરતા રહ્યા હતા. ભાજપ નેતાઓએ આરોપ લગાવ્યો છે કે, લગભગ રોજ ચોરી અને લૂંટની ઘટનાઓ આવે છે, પણ પોલીસ તેને રોકી શકતી નથી.
ભાજપ ધારાસભ્ય ચંદ્રકાંતા મેઘવાળે જણાવ્યું છે કે, છેલ્લા 15 દિવસમાં કાપરેનમાં ચોરી અને લૂંટની 15 ઘટનાઓ આવી છે. તેમાં 25-30 લાખ રૂપિયાની લૂંટ થઈ છે. પણ પોલીસ આ ઘટનામાં એક પણ આરોપીને પકડવામાં સફળ રહી નથી. આ મામલામાં ભાજપ ધારાસભ્યએ જિલ્લા પ્રશાસને કાર્યવાહી કરવા માટે સાત દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. પણ પોલીસે કંઈ કર્યું નહીં. તો ભાજપે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો.
વિરોધ પ્રદર્શન જોતા અધિક જિલ્લા કલેક્ટર અને અધિક પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા અને ધારાસભ્ય મેઘવાળ સાથે વાત કરી. આ દરમિયાન તેમણે બે પોલીસ કર્મીને લાઈન હાજર કર્યા હતા. વાતચીત કરી કાર્યવાહીનું આશ્વાસન આપતા મેઘવાલે પોતાનું વિરોધ પ્રદર્શન સમાપ્ત કર્યું હતું.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર