Home /News /national-international /ચોકલેટની લાલચ આપીને માસૂમ સાથે દુષ્કર્મ, CCTV ફુટેજમાં બાળકી સાથે જોવા મળ્યો આરોપી

ચોકલેટની લાલચ આપીને માસૂમ સાથે દુષ્કર્મ, CCTV ફુટેજમાં બાળકી સાથે જોવા મળ્યો આરોપી

ઘરની સામે રમતી બાળકીને ચોકલેટની લાલચ આપી યુવકે સૂમસામ સ્થળે લઈ દુષ્કર્મ આચર્યું, પોલીસે આવી રીતે ઝડપી પાડ્યો

ઘરની સામે રમતી બાળકીને ચોકલેટની લાલચ આપી યુવકે સૂમસામ સ્થળે લઈ દુષ્કર્મ આચર્યું, પોલીસે આવી રીતે ઝડપી પાડ્યો

બીકાનેરઃ રાજસ્થાન (Rajasthan)ના બીકાનેર જિલ્લા (Bikaner District) માં હેવાનિયતનો એક મામલો સામે આવ્યો છે. નવાશહેર પોલીસ સ્ટેશનની હદના રામપુરા ગામમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ (Rape) આચરવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આરોપી ચોકલેટની લાલચ આપીને બાળકીને પોતાની સાથે લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું.

માસૂમે રડતાં-રડતાં માતાને જણાવી આપવીતી

એક યુવક 6 વર્ષની બાળકને ચોકલેટ આપવાની લાલચ આપીને સૂમસામ સ્થળે લઈ ગયો. ત્યાં તેણે માસૂમ સાથે દુષ્કર્મ આચર્યું. બાળકી દુખાવો થતા તેણે બૂમાબૂમ કરી તો યુવક તેને ત્યાં છોડીને ભાગી ગયો. ત્યારબાદ જ્યારે બાળકી રડતાં-રડતાં ઘરે પહોંચી તો પરિજનોને તેની સ્થિતિ વિશે પૂછ્યું ત્યારે તેણે પોતાની આપવીતી જણાવી.
" isDesktop="true" id="1062290" >

આ પણ જુઓ, આ કંપનીની OMG પોલિસી! દિવસમાં એકથી વધુ વાર Toilet Break લેતાં કર્મચારીને ભરવો પડે છે દંડ!

ઘરની સામેથી જ આરોપી બાળકીને ઉઠાવીને લઈ ગયો

બાળકીની આપવીતી જાણ્યા બાદ પરિજનો તાત્કાલિક બાળકીને હૉસ્પિટલ લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ તેની સ્થિતિ ગંભીર ગણાવતા તેને દાખલ કરી દીધી. ત્યારબાદ પોલીસને ઘટનાની જાણકારી આપીને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. માસૂમના પિતાએ જણાવ્યું કે તેમની દીકરી લગભગ રાત્રે 9 વાગ્યે આસપાસ ઘરની સામે રમી રહી હતી. આ દરમિયાન આરોપી આવ્યો અને બાળકીને ચોકલેટની લાલચ આપીને પોતાની સાથે લઈ ગયો.

ઘટનાને લઈ સ્થાનિકોમાં રોષ

ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. લોકોએ રામપુરા બાઇપાસ પર જામ લગાવી દીધો હતો. સાથોસાથ આરોપીની ધરપકડની માંગ કરી હતી. સૂચના મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી લોકોને સમજાવ્યા હતા.

આ પણ જુઓ, PHOTOS: વીડિયો કૉલ પર વાત કરતાં-કરતાં પુલથી નીચે પટકાઈ યુવતી, ઘટનાસ્થળે જ મોત

CCTV ફુટેજથી આરોપી સુધી પહોંચી પોલીસ

પોલીસે મામલાની ગંભીરતાને જોતાં માત્ર 24 કલાકમાં આરોપીની ધરપકડ કરી લીધી. આરોપીની શોધખોળ માટે ઘટનાસ્થળની પાસે લાગેલા CCTV ફુટેજ જોવામાં આવ્યા. જેમાં આરોપી બાળકીને પોતાની સાથે લઈ જતો જોવા મળ્યો. તેના દ્વારા આરોપીની ઓળખ કરી તેને ઝડપી પાડવામાં આવ્યો.
First published:

Tags: CCTV footage, Chocolate, Crime news, Crime Report, Investigation, ગુનો, પોલીસ, રાજસ્થાન

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો