VIDEO: રાજસ્થાનના આ ખેડૂતો થઈ ગયા માલામાલ, એક વર્ષમાં લઈ રહ્યા છે 4 પાક
agriculture
મેં એક વર્ષમાં ચાર પાક લેવાની શરુઆત કરી એટલે કે, એક વારમાં બે પાકનું ઉત્પાદન કરીને ડબલ નફાની સાથે આવક વધવા લાગી અને મારી આર્થિક સ્થિતી પણ મજબૂત થઈ. ખેડૂત જણાવે છે કે, અમે આ પ્રકારની ખેતીથી દર વર્ષે 5 લાખ રૂપિયાથી વધારેની કમાણી કરી શકીએ છીએ.હવે અમારી ખેતી જોઈને આજૂબાજૂના અન્ય ખેડૂતો પણ આવી રીતે ખેતી કરીને 1 વર્ષમાં 4 વાર પાક લઈને ડબલ નફો લઈ રહ્યા છે.
ભરતપુર: દેશના ખેડૂતો સમયની સાથે સાથે ખેતીમાં પણ બદલાવ કરવા લાગ્યા છે. જ્યાં એક તરફ તેઓ પરંપરાગત ખેતી કરતા હતા, તો તેમની આવકમાં ખાસ વધારો થતો નથી. તો વળી બીજી તરફ ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને રોકડીયા પાક કરીને માલામાલ થઈ રહ્યા છે. રાજસ્થાનના ભરતપુર જિલ્લાના કુમ્હેર તાલુકાના ગામ બૈલારામાં એક આવો જ ખેડૂત છે, જે એક વર્ષમાં 4 નિપજ લઈને બેગણો નફો કમાય રહ્યા છે.
ખેડૂતનું કહેવું છે કે, પહેલા પરંપરાગત ખેતીમાં ઘઉં અને સરસવની ખેતી કરતા હતા અને જમીન ઓછી હોવાના કારણે અમુક ખાસ પાક થઈ શકતા નથી. આજૂબાજૂના ખેડૂતોને જોઈ મનમાં રોકડીયા પાકનો વિચાર આવ્યો અને એક વખતમાં બે પાકની વાવણી કરવાની સાથે સાથે એક વર્ષમાં 4 પાક લઈને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. " isDesktop="true" id="1357627" >
1 વર્ષમાં કરી રહ્યા છે 4 પાકની ખેતી
ખેડૂત ભજન લાલ જણાવે છે કે, મારી પાસે વધારે જમીન નથી અને પરંપરાગત ખેતીમાં ઘઉં, સરસવનો પાક લઈ રહ્યો હતો. બાદમાં પરંપરાગત ખેતી છોડીને રોકડીયા પાકની ખેતી કરી. મેં એક વર્ષમાં ચાર પાક લેવાની શરુઆત કરી એટલે કે, એક વારમાં બે પાકનું ઉત્પાદન કરીને ડબલ નફાની સાથે આવક વધવા લાગી અને મારી આર્થિક સ્થિતી પણ મજબૂત થઈ. ખેડૂત જણાવે છે કે, અમે આ પ્રકારની ખેતીથી દર વર્ષે 5 લાખ રૂપિયાથી વધારેની કમાણી કરી શકીએ છીએ.હવે અમારી ખેતી જોઈને આજૂબાજૂના અન્ય ખેડૂતો પણ આવી રીતે ખેતી કરીને 1 વર્ષમાં 4 વાર પાક લઈને ડબલ નફો લઈ રહ્યા છે.
ખેડૂત બંટૂ જણાવે છે કે, સૌથી પહેલા શાકભાજીમાં ભિંડાની ખેતી કરી. તેની ચારેતરફ અન્ય પાકની વાવણી કરી. એટલે કે એક વખતમાં બે પાક લીધા. તો વળી ભીંડામાંથી દોઢ લાખ રૂપિયા અને બીજા પાકમાંથી 35000 રૂપિયાની કિંમતમાં વેચાયા. ત્યાર બાદ હવે ધાણા અને ટામેટાની ખેતી કરી. જેમાં ધાણા 80થી 85 હજાર રૂપિયાની કિંમતે વેચ્યા અને તેની સીઝન ચાલી પડી. ટામેટાના પાક તૈયાર થઈ રહ્યા છે, ટૂંક સમયમાં વેચાણ માટે પહોંચી જશે. આ પ્રકારની ખેતી કરીને વર્ષમાં 5થી 6 લાખ રૂપિયાની કમાણી થઈ રહી છે. ખેડૂત દ્વારા આ પાક રાસાયણિક ખાતરની જગ્યાએ જૈવિક ખાતરથી તૈયાર કરવામાં આવી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર