Home /News /national-international /VIDEO: રણમાં ખીલ્યું ગુલાબ; આ ખેડૂતે રેતાળ પ્રદેશમાં તરબૂચની ખાસ જાતની વાવણી કરી લાખોપતિ બની ગયો
VIDEO: રણમાં ખીલ્યું ગુલાબ; આ ખેડૂતે રેતાળ પ્રદેશમાં તરબૂચની ખાસ જાતની વાવણી કરી લાખોપતિ બની ગયો
તરબૂચની ખેતીએ ખેડૂતને માલામાલ કરી દીધા
બાડમેર જિલ્લાથી 20 કિમી દૂર મિઠડી ગામના યુવાન ખેડૂત ઉમેદરામ પ્રજાપતે ખેતીમાં નવો પ્રયોગ કરીને નવો કીર્તિમાન રચી દીધો છે. તેણે પોતાના ખેતરમાં તરબૂના 1 લાખ છોડ વાવીને જોખમ તો લીધું પણ સાથે સાથે પોતાની મહેનતથી સારામાં સારો પાક લઈને નવો ઈતિહાસ રચી દીધો.
બાડમેર: ભારત-પાકિસ્તાનની સરહદ પર વસેલા રેતાળ બાડમેરમાં કાજોલ ખિલખિલાટ કરી રહી છે, આ ખિલખિલહાટ ફક્ત કોઈ એક જગ્યા, કોઈ એક માણસ માટે નહીં પણ આવનારા અનેકો વર્ષ માટે ઉન્નતિના નવા દરવાજા ખોલવાનું કામ કરશે.આ કાજોલ છે તરબૂચની એક જાતનું નામ. જેને એક ખેડૂતો રેતાળ જમીનમાં વાવીને સૈંકડો કિલો ઉપજ લઈને ઈતિહાસ રચી દીધો છે.
બાડમેર જિલ્લાથી 20 કિમી દૂર મિઠડી ગામના યુવાન ખેડૂત ઉમેદરામ પ્રજાપતે ખેતીમાં નવો પ્રયોગ કરીને નવો કીર્તિમાન રચી દીધો છે. તેણે પોતાના ખેતરમાં તરબૂના 1 લાખ છોડ વાવીને જોખમ તો લીધું પણ સાથે સાથે પોતાની મહેનતથી સારામાં સારો પાક લઈને નવો ઈતિહાસ રચી દીધો. જે રેતાળ જમીન પર બાજરો, ગવાર અને તલના પાક વરસાદી સીઝનમાં જ થાય છે, ત્યાં ઉમેદરામે તરબૂચનો બંપર પાક લઈને નવો કીર્તિમાન રચી દીધો છે. " isDesktop="true" id="1366086" >
25 હજાર રૂપિયે પ્રતિ કિલોના હિસાબે 5 કિલો બિયારણ જયપુર અને ઉદયપુરથી ઉમેદારામે ખરીદ્યા અને તરબૂચની કાજોલ અને કલસ કેડી જાતના એક લાખ છોડ ખેતરમાં લગાવ્યા. ખેડૂત ઉમેદરામનું કહેવું છે કે, જયપુર તથા ઉદયપુરથી 5 કિલો બિયાર મગાવ્યા હતા. તેમાંથી લગભગ 14-15 લાખ રૂપિયા આવક થવાની આશા છે. તેમાં યૂનિસેમની કાજોલ અને કલસની કેડીની વાવણી કરવામાં આવી છે.
ઉમ્મેદારામે ટપક પદ્ધતિથી ખેતી કરી. જેનું પરિણામ એ આવ્યું કે, આજે બાજમેરમાં સૌથી સારા અને સફળ ખેડૂતમાં સામેલ ઉમેદરામ પ્રજાપતે રેતાળ બાડમેરમાં એ કરી બતાવ્યું છે, જેની કોઈએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી. ઉમેદારામ જણાવે છે કે, લગભગ 20 વીઘામાં તરબૂચની ખેતી કરી છે. આ જમીને ઉપજાઉ બનાવવા માટે દેશી ખાતર તથા ડ્રિપ સિસ્ટમથી સિચાઈ કરી છે. જાન્યુઆરી મહિનામાં તેની વાવણી કરી હતી. એટલું જ નહીં યૂનિસેમની કાજોલ તથા કલસની કેડી જાત ખૂબ જ ઉપજાઉ છે. તેમાં એક તરબૂચ લગભગ 4 કિલોનું થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર