Rajasthan: બાડમેરમાં ભીષણ માર્ગ દુર્ઘટના, કાર-ટ્રેલર ટકરાયા, 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત

ટક્કર એટલી જોરદાર હતી કે કોલસા ભરેલું ટ્રેલર પલટી ગયું જ્યારે કારનો કુચડો વળી ગયો

ટક્કર એટલી જોરદાર હતી કે કોલસા ભરેલું ટ્રેલર પલટી ગયું જ્યારે કારનો કુચડો વળી ગયો

  • Share this:
    પ્રેમદાન દેથા, બાડમેર. પશ્ચિમ રાજસ્થાન (Rajasthan)માં ભારત-પાકિસ્તાનની સરહદ (Indo-Pakistan border) પર સ્થિત બાડેમર જિલ્લા (Barmer District)ના મંડલી પોલીસ સ્ટેશનની હદમાં સોમવાર સવારે એક ભીષણ માર્ગ અકસ્માત (Road Accident) થયો જેમાં ચાર લોકોનાં મોત (Death) થયા છે. આ દુર્ઘટનામાં બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સ્થાનિક હૉસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ જોધપુર રેફર કરવામાં આવ્યા છે. મૃતકોમાં ત્રણ પુરુષો અને એક બાળકનો સમાવેશ થાય છે. પોલીસે મૃતદેહોને કલ્યાણપુર હૉસ્પિટલમાં મોર્ચરીમાં રાખ્યા છે. મુખ્યમંત્રી અશોક ગહલોત (Ashok Gehlot)એ ટ્વીટ કરીને આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.

    મળતી જાણકારી મુજબ, દુર્ઘટના સવારે લગભગ 9 વાગ્યે માડપુરા-દુર્ગાપુરા મેગા હાઇવેની સરહદ પર થઈ. અહીં ટ્રેલર અને કાર વચ્ચે ભીષણ અકસ્માત થઈ ગયો. ઘટના બાદ રસ્તા પર કોહરામ મચી ગયો. બીજી તરફ દુર્ઘટના બાદ મેગા હાઇવેની બંને તરફ વાહનોની લાંબી લાઇનો લાગી ગઈ.

    આ પણ જુઓ, PHOTOS: ટ્રકમાં ઘૂસી ઓવરસ્પીડ કાર, ચિંતાપૂર્ણી માતાજીના દર્શન કરી પરત આવતા 2 ડૉક્ટર સહિત 3નાં મોત

    દુર્ઘટનામાં કાર સવાર લોકોમાંથી 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. જ્યારે બે અન્ય ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. ઘટનાની જાણકારી મળતાં મંડલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હૉસ્પિટલ પહોંચાડ્યા. બાદમાં ક્ષતિગ્રસ્ત વાહનોને હટાવીને હાઇવેનો ટ્રાફિક ફરી પૂર્વવત કરવામાં આવ્યો.

    આ પણ વાંચો, BJP સાંસદ કૌશલ કિશોરની પુત્રવધૂએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ, કાપી હાથની નસ




    ટ્રેલરમાં ભર્યા હતા કોલસા

    દુર્ઘટનાનો શિકાર બનેલી કાર ગંગાપુરથી બાલોતર તરફ જઈ રહી હતી. આ દરમિયાન તેની ટ્રેલર સાથે ટકકર થઈ ગઈ હતી. કોલસાથી ભરેલું ટ્રેલર જોધપુર તરફ જઈ રહ્યું હતું. દુર્ઘટના બાદ ટ્રેલર પલટી ગયું. બીજી તરફ કારનો કુચડો વળી ગયો. ઘાયલોને પ્રાથમિક ઉપચાર આપી જોધપુર રેફર કરવામાં આવ્યા છે. હજુ સુધી મૃતકોની ઓળખ નથી થઈ શકી. ઘટના બાદ ટ્રેલર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. મંડલી પોલીસ ડ્રાઇવરની શોધખોળમાં લાગી ગઈ છે. મૃતકોની ઓળખનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
    Published by:Mrunal Bhojak
    First published: