Home /News /national-international /રાજસ્થાનમાં કોંગ્રેસ કેવી રીતે લાવશે બહુમતિ, સચિન પાયલોટે જણાવ્યો માસ્ટર પ્લાન

રાજસ્થાનમાં કોંગ્રેસ કેવી રીતે લાવશે બહુમતિ, સચિન પાયલોટે જણાવ્યો માસ્ટર પ્લાન

  પેટાચૂંટણીઓમાં સતત હારનો સામનો કરી રહેલ બીજેપી માટે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છતીસગઢની ચૂંટણીના પરિણામો ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. આ ચૂંટણીઓ પછી સીધી 2019ની ચૂંટણી થવાની છે અને વર્ષ 2013માં આ ત્રણેય રાજ્યોમાં બીજેપીએ જીત નોંધાવી હતી. રાજસ્થાનની વાત કરીએ તો 200 વિધાનસભા સીટોવાળા આ રાજ્યમાં 163 સીટો જીતીને બધાને આશ્ચર્યમાં નાંખી દીધા હતા અને કોંગ્રેસ માત્ર 21 સીટો પર સેમટાઈ ગઈ હતી. આ હાર પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ યુવા નેતા સચિન પાયલોટને પ્રદેશ અધ્યક્ષ બનાવીને તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સચિન પાયલોટે News18 Hindi સાથે ખાસ વાતચીતમાં વિધાનસભા ચૂંટણીઓ માટેની તૈયારી, પ્રણવ મુખર્જી અને સલમાન ખુર્શીદ વિવાદ, ખેડૂતોની સમસ્યા અને અશોક ગહેલોત સાથે તેમના કથિત રીતે વણસેલા તેમના સંબંધોને લઈને વાત કરી હતી.

  પ્રણવ મુખર્જીની RSSના ક્રાર્યક્રમમાં હાજરી પર હંગામો કેમ

  પૂર્વ રાષ્ટ્રપતિ અને સીનિયર કોંગ્રેસ નેતા રહેલ પ્રણવ મુખર્જીના RSSના ક્રાર્યક્રમમાં જવાના નિર્ણય પર તેમની પુત્રી શર્મિષ્ઠા મુખર્જી સહિત કેટલાક કોંગ્રેસ નેતાઓએ આપત્તિ વ્યક્ત કરી હતી. શું કોંગ્રેસને પ્રણવ પર વિશ્વાસ નહતો આ પ્રશ્નના જવાબમાં સચિને કહ્યું કે, તેમના જવા કે ન જવાથી મહત્વપૂર્ણ વાત તે છે કે, તેમને તે મંચ પરથી શું સંદેશ આપ્યો. તેમને કહ્યું કે, કોંગ્રેસ લોકતાંત્રિક પાર્ટી છે અને અહી નેતાઓને વિરોધ વ્યક્ત કરવાનો પૂરેપૂરો અધિકારી છે. સચિને અનુસાર પ્રણવ દાએ આરએસએસના મંચથી જ ખાસ વિચારધારા સાથે જોડાયેલા લોકોને આયનો બતાવી દીધો. કોંગ્રેસ નેતા સલમા ખુર્શીદ વિવાદ નિવેદન- કોંગ્રેસના હાથ પણ મુસ્લિમોના ખુનથી રંગાયેલા છે, તેના પ્રશ્નના જવાબમાં સચિને કહ્યું કે, તેઓ આ નિવેદન સાથે કોઈ જ સંબંધ ધરાવતો નથી, આ સલમાનના વ્યક્તિગત વિચાર હોઈ શકે છે.

  રાજસ્થાનમાં ગંઠબંધનની જરૂરત નથી

  રાજસ્થાન વિધાનસભા ઈલેક્શન માટે બહુજન સમાર પાર્ટી (બસપા) સાથે ગઠબંધનના પ્રશ્ન પર સચિને સ્પષ્ટ કરી દીધું કે, હાલમાં આવી કોઈ જ રીતની ચર્ચા થઈ નથી. તેમને આગળ કહ્યું કે, રાજ્યમાં કોંગ્રેસ ખુબ જ મજબૂત છે. અમે 200 સીટો પર ઈલેક્શન લડવા માટે સક્ષમ છીએ અને આવા કોઈ જ ગઠબંધનની જરૂરત નથી.  જોકે, તેમને તે પણ માન્યું કે, મધ્ય પ્રદેશમાં ગઠબંધનને લઈને ચર્ચા થઈ છે, પરંતુ હાલમાં કઈ ફાઈનલ નિર્ણય લેવામાં આવ્યો નથી. સપા પ્રમુખ અખિલેશ, બસપા ચીફ માયાવતી, જિજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ દ્વારા રાજસ્થાનમાં પ્રચાર કરવાના પ્રશ્ન પર સચિને કહ્યું કે, આવી કોઈ જ વાતચીત થઈ નથી, પરંતુ કોઈપણ બીજેપી વિરૂદ્ધની લડાઈમાં સાથ આપવા માંગે છે તો તેમને કોઈ જ વાંધો નથી.

  21 સીટોથી બહુમતી સુધી કેવી રીતે પહોંચશે?

  2013ની વિધાનસભા ચૂંટણીઓમાં 21 સિટો પર સમેટાઈ ગયેલી કોંગ્રેસને બહુમતી લાવવા માટે ત્રણ ગણી સીટો જીતવી પડશે. કોંગ્રેસ આ કેવી રીતે કરી શકશે તેના પ્રશ્નના જવાબમાં સચિને કહ્યું કે, હવે રાજ્ય જ નહી દેશની જનતા પણ સમજી ગઈ છે અને 2014 જેવો માહોલ હાલમાં રહ્યો નથી. જનતાએ રાજસ્થાનમાં બીજેપીને એક મોટી બહુમતી સાથે મોકલી હતી, પરંતુ પાછલા ચાર વર્ષોમાં આ સરકાર દરેક મોર્ચા પર નિષ્ફળ રહી છે. ખેડૂતોના દેવા માફી અથવા રોજગાર આપવા બાબતે સરકારે પોતાના વચનો પૂરા કર્યા નથી જેનાથી જનતા ખુબ જ નારાજ છે. સચિને વધુ જણાવતા કહ્યું કે, વર્ષ 2014 પછી દેશમાં 22 વિધાનસભા સીટો પર પેટાચૂંટણીઓ યોજાઈ છે, જેમાંથી 20 પર બીજેપીને હારનો સામનો કરવો પડ્યો છે. ગોરખપુર-ફુલપુર અને કેરાનામાં બીજેપીની હારે સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે.

  શું જનતા પાસે ઓપ્શન નથી?

  1998 પછી રાજસ્થાનમાં એકવાર ફરીથી કોંગ્રેસ તો એક વખત બીજેપીની સરકાર આવી રહી છે. શું જનતા પાસે કોઈ ઓપ્શન નથી? આ પ્રશ્નના જવાબમાં સચિને કહ્યું કે, આ વખત તો ઈલેક્શન જીતશે અને 2023માં ફરીથી જીત નોંધાવીને આ પરંપરાને તોડી દઈશું. તેમને સ્પષ્ટ કહ્યું કે, પાછલી સરકારોએ શું કર્યું તેના પર વાત કરવાની જગ્યાએ આગળ શું કરવું છે એના પર વિચાર પડશે.

  ખેડૂત આંદોલનોમાં કોંગ્રેસ કયાં છે?

  દેશના ખેડૂત સંગઠનોએ પાછલી એક જૂનથી 'ગામ બંધ' આંદોલન ચલાવ્યું છે પરંતુ કોંગ્રેસ ખેડૂતોના આ મુદ્દા પર એગ્રેસિવ મોડમાં સરકારને કેમ ઘેરી રહી નથી? આ પ્રશ્નના જવાબમાં સચિન કહે છે કે, ખેડૂતો અને તેમના આ આંદોલનને કોંગ્રેસનો બધી જ રીતે સપોર્ટ છે. કોગ્રેસ આ મુદ્દાને રાજકીય રંગ આપવા માંગતી નથી તેથી ખેડૂતો સંગઠનોએ જ આની જવાબદારી લીધેલી છે. કોંગ્રેસ ઈચ્છતી નથી કે, બીજેપી અમારા નામે ખેડૂતોની સમસ્યા પરથી હાથ ઉંચા કરી નાંખે.  ગેરશિસ્તની સમસ્યાને કેવી રીતે દૂર કરશો

  રાજસ્થાન પ્રદેશમાં ટીકિટની માટે મારામારી અને ગેરશિસ્તાની ઘટનાઓ પર સચિને કહ્યું કે, હું આને ખુબ જ નકારાત્મક રીતે લઈ રહ્યો છે. ટીકિટ માટે મારામારી તે માટે થઈ રહી છે કેમ કે, લોકોને ખબર છે કે, કોંગ્રેસ જીતીને આવવાની છે. તમે બીજેપીને જુઓ તેમને એક પ્રદેશ અધ્યક્ષ મળી રહ્યો નથી. જોકે સચિને કહ્યું કે, ગેરશિસ્તાને સહન કરી લેવામાં આવશે નહી તેથી કેટલાક લોકો વિરૂદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી છે.

  કોણ હશે સીએમ?

  સચિને સ્પષ્ટ કરી દીધું છે કે, ભલે તે પ્રદેશ અધ્યક્ષ હોય પરંતુ રાજસ્થાનમાં જીત પછી પાર્ટી હાઈકમાન જ નક્કી કરશે કે કોણ સીએમ બનશે. તેમને કહ્યું કે, હાલમાં આ વિશે વિચારવું નકામું છે અને પાર્ટીનો દરેક નાનાથી લઈને મોટા નેતા જીત માટે કામ કરવામાં વ્યસ્ત છે. સચિને કહ્યું કે, પાર્ટીએ જે પણ જવાબદારી તેમને આપી છે, તે તેમને સારી રીતે પૂરી પાડી છે. આગળ પણ કોઈ જવાબદારી આપવામાં આવશે તો તે જરૂર નિભાવશે.

  અશોક ગેહલોતથી મનદુ:ખ?

  સચિને આને બીજેપી તરફથી ફેલાવવામાં આવતી અફવા ગણાવી અને કહ્યું કે, પાછલા 20 વર્ષોથી સીનિયર લીડર અશોક ગેહલોતથી ખુબ જ સારા સંબંધ છે. તેમને કહ્યું કે, જ્યારે પણ બીજેપી પાસે કોઈ જવાબ માંગવામાં આવે છે તો તેઓ કહે છે કે, જુઓ કોંગ્રેસમાં 04 ભાગ પડેલા છે.  2019નું ગઠબંધન

  સચિનનું કહેવું છે કે, કોંગ્રેસ જ એકમાત્ર એવી પાર્ટી છે, જે રાષ્ટ્રીય સ્તર પર પોતાની પહોંચ રાખે છે. તેમને તો એટલા સુધી કહ્યું કે, રેનબો કોલિશન જરૂર બનશે અને બધી પાર્ટીઓ આનો ભાગ બનશે. તે ઉપરાંત સચિને કહ્યું કે, રાહુલ જ આ ગઠબંધનના નેતા હશે તેને આ બાબતે પૂરેપૂરો વિશ્વાસ છે.

  રાજસ્થાન ક્યારે આવશે રાહુલ ?

  સચિને જણાવ્યું કે, રાહુલ ઘણી વખત રાજસ્થાન આવ્યા છે અને સતત ઈલેક્શનની તૈયારીઓને લઈને તેમની સાથે વાતચીત થઈ રહી છે. જોકે, તેમને જણાવ્યું કે, રાજસ્થાન ઈલેક્શનને નજરમાં રાખીને જુલાઈથી રાહુલ જનસભાઓ અને રેલીઓ શરૂ કરશે.

  ટ્રોલ આર્મીનું શું?

  પાછલા દિવસોમાં અશોક ગેહલોતના નિવેદન સાથે છેડછાડ કરીને વાયરલ કરાયેલા ફેક વીડિયો અને રાહુલ ગાંધીને નિશાનો બનાવનાર ટ્રોલ્સ વિશે સચિને કહ્યું લાકડાની હાંડીને વારંવાર ચૂલા પર ચડાવી શકાય નહી. રાહુલ વિશે જે પણ જૂઠ્ઠી વાતો ફેલાવવામાં આવી રહી છે, તેમાંથી મોટાભાગનું સત્ય સામે આવી ચૂક્યું છે. બીજેપી ટ્રોલ્સ જનતાને ગમે તે જેટલી મૂર્ખ સમજે પરંતુ જનતા હવે સમજી ગઈ છે અને જ્યારે તે વોટ નાંખવા માટે બટન દબાવશે ત્યારે બધુ જ સ્પષ્ટ થઈ જશે.
  Published by:Mujahid Tunvar
  First published:

  Tags: BSP, Mayawati, Political Party, Sachin pilot, કોંગ્રેસ, ભાજપ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन