Gehlot cabinet expansion: ગેહલોત કેબિનેટનો થયો વિસ્તાર 15 ધારાસભ્યોએ લીધા મંત્રીપદના શપથ

ગેહલોત સરકારના નવા મંત્રીઓની શપધવિધિ

Gehlot government cabinet ministers oath ceremony: 15 ધારાસભ્યોએ મંત્રી પદના શપધ (Gehlot cabinet expansion) લીધા હતા. જેમાં 15માંથી 12 નવા મંત્રીઓ બનાવવામાં આવ્યા છે. જ્યારે ત્રણ જૂના રાજ્યમંત્રીઓને પ્રમોટ કરીને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.

  • Share this:
    જયુપરઃ રાજસ્થાનમાં આજે ગેહલોત સરકારનું (Gehlot Government) નવું સ્વરૂ સામે આવ્યું છે. આશરે દોઢ વર્ષની લાંબા કાર્યકાળ બાદ આજે ગેહલોત કેબિનેટનો વિસ્તાર થયો છે. આજે 15 ધારાસભ્યોએ મંત્રી પદના શપધ (Gehlot cabinet expansion) લીધા હતા. જેમાં 15માંથી 12 નવા મંત્રીઓ બનાવવામાં આવ્યા છે. જ્યારે ત્રણ જૂના રાજ્યમંત્રીઓને પ્રમોટ કરીને કેબિનેટ મંત્રી (cabinet minister) બનાવવામાં આવ્યા છે. આજે 11 ધારાસભ્યોએ કેબિનેટ અને ચાર રાજ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ વિસ્તાર સાથે જ રાજસ્થાન મંત્રીમંડળના (rajasthan mantrimandal) બધા 30 પદો ભરાયા છે. મંત્રિમંડળ વિસ્તાર પહેલા શનિવારે થયેલી કેબિનેટ બેઠકમાં દરેક મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા હતા.

    અગાઉ સરકાર અને સંગઠનમાં બેવડી જવાબદારી નિભાવતા ત્રણ મંત્રીઓએ રાજીનામું આપી દીધું હતું. જેમાં મહેસૂલ મંત્રી હરીશ ચૌધરી, શિક્ષણ રાજ્ય મંત્રી ગોવિંદ સિંહ દોતાસરા અને મેડિકલ મિનિસ્ટર ડૉ.રઘુ શર્માનો સમાવેશ થાય છે. મંત્રી પદ ઉપરાંત સંગઠનમાં તેમની પાસે મોટી જવાબદારીઓ છે. આ ત્રણેય હવે સંસ્થામાં 'એક વ્યક્તિ, એક પદ'ના સિદ્ધાંત પર કામ કરશે.

    મોટા હોદ્દાની જવાબદારીઓ પણ નિભાવે છે આ મંત્રીઓ
    કુલ 12 નવા મંત્રી બનાવવામાં આવ્યા છે. તેમાંથી હરીશ ચૌધરી પંજાબના પ્રભારી છે. ગોવિંદસિંહ દોતાસરા રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ છે અને ડો.રઘુ શર્મા ગુજરાતના પ્રભારી છે. જે બાદ ગઈકાલે મળેલી કેબિનેટ બેઠક બાદ તમામ મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા હતા. આ ત્રણ મંત્રીઓ સિવાય ગેહલોત સરકારના કોઈ મંત્રીને પડતા મૂકવામાં આવ્યા નથી. આજે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં કુલ 12 નવા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ સિવાય રાજ્યના ત્રણ જૂના મંત્રીઓને કેબિનેટમાં બઢતી આપવામાં આવી છે.

    આ પણ વાંચોઃ-Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મિથુન રાશિના લોકો માટે આ સપ્તાહે નિર્ણયો લેવા જોખમી, જાણો રાશિફળ

    વિશ્વવેન્દ્ર સિંહ અને રમેશ મીણા ફરી પ્રવેશ્યા
    12 નવા મંત્રીઓમાંથી 5 પાયલોટ જૂથના છે. પાયલોટ જૂથના 5 ધારાસભ્યોમાંથી 3ને કેબિનેટ અને 2ને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. રાજકીય કટોકટી દરમિયાન પાયલોટ જૂથના વિશ્વવેન્દ્ર સિંહ અને રમેશ મીણાને મંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. તે સમયે બંને કેબિનેટ મંત્રી હતા. આજે તેમનો ફરીથી કેબિનેટ મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. પાયલોટ જૂથે માંગ કરી હતી કે તેમના છ ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવે. પરંતુ માત્ર પાંચનો જ સમાવેશ કરવામાં આવ્યો છે.

    આ પણ વાંચોઃ-પાવાગઢ શક્તિપીઠમાં એક કિલો સોનાનું છત્ર અને 1.11 કરોડનું દાન, 225 જેટલી વાનગીઓ સાથે ભવ્ય અન્નકૂટ

    સાંજે 4 વાગ્યે રાજભવન ખાતે શપથ ગ્રહણ સમારોહ
    શપથ ગ્રહણ સમારોહ સાંજે ચાર વાગ્યે રાજભવનમાં યોજાયો હતો. અહીં રાજ્યપાલ કલરાજ મિશ્રાએ તમામ નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. આ પહેલા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પાર્ટીના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. જેમાં મંત્રી બનેલા ધારાસભ્યોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. ગેહલોત કેબિનેટના વિસ્તરણ સાથે એવું માનવામાં આવે છે કે હવે રાજસ્થાનમાં રાજકીય સંકટનો અંત આવશે. વાત જાણે એમ છે કે સચિન પાયલટની ભૂમિકાને લઈને અત્યાર સુધી પાર્ટીમાં અસમંજસ છે.
    Published by:ankit patel
    First published: