Home /News /national-international /'પદ્માવત' પર પ્રતિબંધ માટે રાજસ્થાન-એમપી સરકાર સુપ્રીમમાં

'પદ્માવત' પર પ્રતિબંધ માટે રાજસ્થાન-એમપી સરકાર સુપ્રીમમાં

બંને સરકારોએ પોતાના રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનીને જોતા સુપ્રીમ કોર્ટને પોતાના જૂના આદેશ પર પુનર્વિચાર કરવાની વિનંતી કરી છે.

બંને સરકારોએ પોતાના રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનીને જોતા સુપ્રીમ કોર્ટને પોતાના જૂના આદેશ પર પુનર્વિચાર કરવાની વિનંતી કરી છે.

નવી દિલ્હીઃ ફિલ્મ 'પદ્માવત' પર પ્રતિબંધ મૂકવાની માંગણી સાથે રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. બંને સરકારોએ પોતાના રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનીને જોતા સુપ્રીમ કોર્ટને પોતાના જૂના આદેશ પર પુનર્વિચાર કરવાની વિનંતી કરી છે.

સુપ્રીમ કોર્ટે બંને રાજ્યની અરજી સ્વીકારી લીધી છે, જેના પર આવતીકાલે એટલે કે મંગળવારે સુનાવણી થશે. નોંધનીય છે કે પદ્માવત ફિલ્મના વિરુદ્ધમાં દેશભરમાં દેખાવો થઈ રહ્યા છે. કરણી સેનાએ થિયેટર્સ માલિકોને ખુલ્લી ચેતવણી આપી છે કે ફિલ્મ રિલીઝ કરવામાં આવશે તો તેના પરિણામો ખૂબ જ ખરાબ આવશે.

દેશમાં ઠેર ઠેર પદ્માવતનો વિરોધ

કુરુક્ષેત્રમાં રવિવારે સાંજે એક મોલમાં બુકાનીધારી યુવકોએ ઉત્પાત મચાવ્યો હતો. હાલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. તો નોઇડાથી જોડતા ડીએનડી ફ્લાયઓવર પર કરણી સેનાએ પોલીસની હાજરીમાં હંગામો મચાવ્યો હતો. કરણી સેનાએ અહીં તોડફોડ કરી હતી. આ કેસમાં પોલીસે કરણી સેનાના 13 કાર્યકરોની ધરપકડ કરી છે.

ફિલ્મ રિલીઝ નહીં થવાની વાત પર અડી કરણી સેના

જોધપુરમાં કરણી સેનાએ ફિલ્મ રિલીઝ થવા પર જનતા કર્ફ્યૂની ચેતવણી ઉચ્ચારી છે. કરણી સેનાના જોધપુરના અધ્યક્ષ વિજયસિંહે કહ્યું કે, જો 25મી તારીખે ફિલ્મ રિલીઝ થશે તો જનતા કર્ફ્યૂ લાગશે. આ કર્ફ્યૂમાં કંઈ થશે તો તેમની જવાબદારી સરકારની હશે.
First published:

Tags: Karni sena, Madhya pradesh, Padmaavat, Rajasthan government, Rajput, Supreme Court