અલવર: ખેડૂત હવે પરંપરાગત ખેતી છોડીને આધુનિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. તેનાથી તેમને ફાયદો પણ થઈ રહ્યો છે. આજે અમે વાત કરી રહ્યા છીએ અલવર શહેરથી લગભગ 35 કિમી દૂર બડૌદામેવ ગામના શરદ કુમાર શર્માની. જે એક ટેક્સટાઈલ એન્જીનિયર હતા. તેમણે વિદેશમાં જઈને નવી નવી ટેકનિક શિખી. પોતાનામાં ગામમાં તેને અપનાવવાની કોશિશ કરી. લગભગ 5 વર્ષ પહેલા પોતાના ખેતરમાં ચાઈનીઝ ઓરેન્જના છોડ લગાવવાનું શરુ કર્યું, હવે આ ઝાડ પર ફળ આવવા લાગ્યા છે. પણ દુર્ભાગ્યથી શરદ આ દુનિયામાં નથી. ત્યારે આવા સમયે તેના પિતા દીકરાની યાદમાં ઝાડ પર લાગેલા ફળ સ્કૂલના બાળકો તથા ગામલોકોને ફ્રીમાં વહેંચી રહ્યા છે. " isDesktop="true" id="1356707" >
શરદના પિતાનું નામ રઘુનાથ પ્રસાદ શર્માએ જણાવ્યું કે, ચાઈનીઝ ઓરેન્જના છોડ શરદ ઉત્તર પ્રદેશથી લઈને આવ્યા હાત. શરદે પોતાના હાથે આ છોડ ખેતરમાં રોપ્યા હતા. જ્યારે તેના વિશે શરદને પુછવામાં આવ્યું તો, ખબર પડી કે, કેવી રીતે છોડ થશે. તેમાં કઈ રીતે ફળ નીકળીને આવશે. પણ હવે રઘુનાથ શર્મા કહે છે કે, તેમાં નાના નાના લીંબૂની માફક સંતરા નીકળે છે. જે બહારથી સંતરા જેવા દેખાય છે. પણ આ સંતરાની એક ખાસ વાત એ છે કે, તેને ઝાડ પરથી તોડીને છાલ ઉતાર્યા વિના ખાશો તો તે મીઠા લાગશે. જો તેની છાલ ઉતારીને ખાશો તો ખૂબ જ ખાટા લાગશે. શરદના પિતાએ જણાવ્યું કે, તેમાં ખૂબ જ સારા ફળ આવી રહ્યા છે, અને લોકો તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે.
રઘુનાથ પ્રસાદ શર્માએ જણાવ્યું કે, શરદે આ ઝાડ લગાવ્યા પણ હવે તે આ દુનિયામાં નથી. હવે તેમાં ફળ આવવા લાગ્યા છે. અમે આ ફળને બજારમાં વેચતા નથી. પણ ગામલોકો અને બાળકોમાં તેને વહેંચી દઈએ છીએ. સ્કૂલના બાળકોને આ ફળ ખૂબ જ સારા લાગી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર