રાજસ્થાન: અલવર નગર પરિષદના ચેરમેન અને કોંગ્રેસ નેતા બીના ગુપ્તાની પુત્ર સાથે ધરપકડ, 80 હજારની લાંચ લેતાં પકડાયા

અલવર નગર પરિષદના ચેરમેન અને કોંગ્રેસ નેતા બીના ગુપ્તા અને તેમના દીકરાની ધરપકડ કરવામાં આવી છે. (Image credit: Twitter/@BeenaGupta)

Beena Gupta Arrested: રાજસ્થાનમાં અલવર નગર પરિષદના ચેરમેન અને કોંગ્રેસ નેતા બીના ગુપ્તા અને તેમના દીકરાની ધરપકડ કરવામાં આવી છે. એન્ટી કરપ્શન બ્યુરોએ તેમને 80 હજાર રૂપિયાની લાંચ લેતાં રંગે હાથ ઝડપ્યા છે.

 • Share this:
  Beena Gupta Arrested: રાજસ્થાનમાં અલવર નગર પરિષદના ચેરમેન બીના ગુપ્તા અને તેમના દીકરા કુલદીપ ગુપ્તાની એન્ટી કરપ્શન બ્યુરોએ ધરપકડ કરી લીધી છે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ તેમને 80 હજાર રૂપિયાની લાંચ લેતાં રંગે હાથ પકડ્યા છે. બીના ગુપ્તા અને તેમના દીકરા પર આરોપ છે કે તેમણે નગર પરિષદની હરાજીના પ્રચાર પ્રસારનું કામ કરનારા ફરિયાદી મોહનલાલ પાસેથી પેન્ડીંગ બિલ પાસ કરાવવાના બદલામાં લાંચ લીધી હતી.

  જાણો શું છે સમગ્ર મામલો

  આ બાબતે માહિતી આપતાં જયપુર એસીબીના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ બજરંગ સિંહે જણાવ્યું કે અલવરના રહેવાસી મોહન લાલે જયપુર હેડક્વાર્ટરમાં ફરિયાદ કરી હતી. તાજેતરમાં જ અલવરમાં દુકાનોની હરાજી યોજાઈ હતી જેમાં કોન્ટ્રાક્ટર મોહન લાલ સુમન સિંહે બોલી લગાવી હતી. આરોપ છે કે બીના ગુપ્તા અને તેના પુત્રએ કમિશન તરીકે 1.35 લાખ રૂપિયાની લાંચ માગી હતી. અલવરમાં હરાજીના પ્રચાર પ્રસરનું કામ મ્યુનિસિપલ કાઉન્સિલ કરે છે જેના ઘણા બીલ પેન્ડીંગ છે. તેમણે કહ્યું કે જે પણ હરાજી થાય છે, તેના પ્રચાર માટે તેઓ કામ કરે છે. તેમને હરાજીની રકમના 2% રિક્ષા દ્વારા અથવા અન્ય માધ્યમથી મળે છે.

  કોન્ટ્રાક્ટરનો આરોપ છે કે આ પછી બીના ગુપ્તાએ 80 હજાર રૂપિયા વધુ માંગ્યા. ત્યારબાદ મોહન લાલે એન્ટી કરપ્શન બ્યુરો પાસે તેમની ફરિયાદ કરી હતી. આ ફરિયાદ પર કાર્યવાહી કરતા એસીબીએ બીના ગુપ્તા અને તેમના દીકરાને લાંચ લેતાં રંગે હાથ ધરપકડ કરી હતી.

  આ પણ વાંચો: રામાયણ એક્સપ્રેસ ડ્રેસકોડ વિવાદ: ભગવા કપડાંને બદલે હવે કર્મચારીઓ પ્રોફેશનલ ડ્રેસ પહેરશે

  બીના ગુપ્તા કેબિનેટ મંત્રી ટીકારામ જૂલી (Tikaram Juli)ના નજીક છે તેવું કહેવાય છે. ટીકારામ જૂલીને હાલમાં જ પ્રમોટ કરીને રાજ્ય મંત્રીથી કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. ટીકારામને કેબિનેટ મંત્રી બનાવવાનો કોંગ્રેસમાં વિરોધ પણ થયો હતો અને ઘણા ધારાસભ્યોએ તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ પણ લગાવ્યો હતો.

  આ પણ વાંચો: વ્લાદિમિર પુતિનની ભારત યાત્રા પહેલાં અમેઠીમાં AK-203 ડીલ પર મહત્વની બેઠક કરશે સુરક્ષા મંત્રાલય

  હાલ તો બીના ગુપ્તાના ઘરે સર્ચનું કામ ચાલી રહ્યું છે. અત્યારસુધીની તપાસમાં તેમના ઘરેથી અડધો કિલો સોનું અને 2 કિલોથી વધુ ચાંદી મળી ચૂકી છે. આજે તેમના બેન્કના લોકર પણ ખોલવામાં આવશે. બીના ગુપ્તાએ પોતાની ધરપકડ અંગે કહ્યું કે તેમને રાજકારણ હેઠળ ફસાવવામાં આવી રહ્યા છે. તો બીજેપીએ નગર પરિષદ પહોંચીને આતશબાજી કરી અને આનંદ વ્યક્ત કર્યો હતો.
  Published by:Nirali Dave
  First published: