ફેસબુક પર PM મોદીને મારવાની માંગી સોપારી, આરોપી ઝડપાયો

News18 Gujarati
Updated: March 28, 2019, 8:55 PM IST
ફેસબુક પર PM મોદીને મારવાની માંગી સોપારી, આરોપી ઝડપાયો
આરોપી નવીન

પોલીસે મામલાને ગંભીરતાથી લીધો અને આરોપીને સોધી જેલ ભેગો કરી દીધો

  • Share this:
સોશિયલ મીડિયા પર લોકો પોતાની વાત, ખુશી, દુખ, વિચાર વગેરે શેર કરતા હોય છે. પરંતુ ક્યારેક સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરવી ભારે પણ પડી શકે છે. તેમાં પણ કોઈ પ્રતિષ્ઠીત વ્યક્તિ વિરુદ્ધ ગુનાહીત પ્રવૃત્તિની કોમેન્ટ કરવી તો ખુબ ભારે પડી જાય છે. આવી જ એક ઘટના રાજસ્થાનથી સામે આવી છે, જેમાં એક વ્યક્તિને ફેસબુક પર પ્રધાનમંત્રી મોદીને મારવા માટે સોપારી માંગવી હવે ભારે પડી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાન પોલીસે ગુરૂવારે સવારે પ્રધાનમંત્રી મોદીને મારવાની સોપારી માંગવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીનું નામ નવીન બતાવવામાં આવ્યું છે.

સૂત્રો અનુસાર, નવીન નામના વ્યક્તિએ એક ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી પ્રધાનમંત્રી મોદીને મારવાની સોપારીની માંગ કરી હતી. આ માંગ ધીમે ધીમે વાયરલ થઈ, અને પોલીસ સુધી પહોંચી ગઈ. પોલીસે મામલાને ગંભીરતાથી લીધો અને આરોપીને સોધી જેલ ભેગો કરી દીધો છે.

પોલીસે જણાવ્યું કે, આ આરોપીએ ફેસબુક પર પીએમ મોદીને મારવાની સોપારી માંગી હતી. આરોપીએ સ્વામી નામના એક ફેક એકાઉન્ટથી આ પોસ્ટ કરી હતી. પોલીસે કહ્યું કે, સોશિયલ મીડિયા પર લોકો દ્વારા પોલીસને આ પોસ્ટની ખબર પડી. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી, તો ખબર પડી કે, આ પોસ્ટ એક ફેક એકાઉન્ટથી કરવામાં આવી હતી. ત્યારબાદ સાઈબર સેલની મદદથી ડીસીપી ઈસ્ટ રાહુલ જૈને બરકત નગરમાં યુવકની ધરપકડ કરી લીધી. આરોપી યુવક બરકત નગરમાં એક પુસ્તકની દુકાનમાં કામ કરે છે.
First published: March 28, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading