રાજસ્થાન : નાગૌરમાં બસ સામે સાંઢ આવતાં મોટી દુર્ઘટના, 11 લોકોનાં મોત, 12 ઘાયલ

સાંઢ સામે આવી જતાં ડ્રાઇવરે મિની બસ પરથી કાબૂ ગુમાવી દેતાં પલટી ગઈ

સાંઢ સામે આવી જતાં ડ્રાઇવરે મિની બસ પરથી કાબૂ ગુમાવી દેતાં પલટી ગઈ

 • Share this:
  રાજસ્થાન (Rajasthan)ના નાગૌર (Nagaur)માં શનિવાર વહેલી પરોઢે મોટી દુર્ઘટના (Road Accident) સર્જાઈ છે. મળતી જાણકારી મુજબ, સામે સાંઢ આવી જતાં ડ્રાઇવરે બસ પરથી નિયંત્રણ ગુમાવી દીધું. આ કારણે મિની બસ પલટી (Mini Bus Turn Turtle) ગઈ અને તેમાં સવાર ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા છે જ્યારે 12 અન્ય ઘાયલ છે. ઘાયલો પૈકી 6 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તેમને હૉસ્પિટલ પ્રશાસને જયપુર રિફર કરી દીધા છે. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના નાગૌર જિલ્લાના કુચામન સિટીમાં સવારે ત્રણ વાગ્યાની આસપાસ થઈ.

  બસ દુર્ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ત્યારબાદ ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા. અધિકારીઓએ જણાવ્યું કે, રાતના સમયે રસ્તો ખાલી હોવાના કારણે બસ ખૂબ જ સ્પીડમાં હતી. અચાનક રસ્તા વચ્ચે સાંઢ આવી જવાના કારણે ડ્રાઇવરે બસ પર પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું જેના કારણે આ દુર્ઘટના બની.

  આ પણ વાંચો :

  Published by:Mrunal Bhojak
  First published: