VIDEO: લગ્નના થોડા કલાક પહેલા દુલ્હન કોરોના પોઝિટિવ, કોવિડ કેર સેન્ટરમાં PPE કિટ પહેરીને લીધા સાત ફેરા

દુલ્હા-દુલ્હન, તેમના માતા-પિતા, પંડિતે પીપીઇ કિટ પહેરીને મંડપમાં લગ્ની વિધિ પૂરી કરાવી, કોવિડ કેર સેન્ટરમાં ઊભી કરાવાઈ ખાસ વ્યવસ્થા

દુલ્હા-દુલ્હન, તેમના માતા-પિતા, પંડિતે પીપીઇ કિટ પહેરીને મંડપમાં લગ્ની વિધિ પૂરી કરાવી, કોવિડ કેર સેન્ટરમાં ઊભી કરાવાઈ ખાસ વ્યવસ્થા

  • Share this:
    બારાં. રાજસ્થાન (Rajasthan)ના બારાં (Bara)ના કેલવાડામાં એક અનોખા લગ્ન જોવા મળ્યા, જ્યાં કોરોના પોઝિટિવ દુલ્હને (Bride) પીપીઇ કિટ પહેરીને પોતાના દુલ્હા (Groom) સાથે 7 ફેરા લઈને જીવનની નવી ઇનિંગની શરૂઆત કરી છે. મૂળે, કેલવાડાના છતરગંજ ગામની રહેવાસી યુવતી અને તેની માતાને બે દિવસ પહેલા તબીયત ખરાબ થતાં ગામમાં આવેલી કોરોના તપાસ ટીમને સેમ્પ્લ આપ્યા હતા. પછી આખો પરિવાર સામાન્ય રીતે લગ્નની તૈયારીમાં લાગી ગયો. ફેરાના થોડા કલાક પહેલા દુલ્હન અને તેની માતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive) આવ્યો. ત્યારબાદ કેલવાડાના કોવિડ સેન્ટર (Covid Centre)માં જ મંડપ સજાવવામાં આવ્યો અને લગ્નની વિધિ પૂરી કરવામાં આવી. આ વિવાહ પ્રશાસનિક અધિકારીઓની હાજરીમાં યોજવામાં આવ્યા.

    PPE કિટ પહેરીને યોજાયા લગ્ન

    દુલ્હા-દુલ્હન, તેમના માતા-પિતા, પંડિતે પીપીઇ કિટ પહેરીને મંડપમાં લગ્ની વિધિ પૂરી કરાવી. વિધિવત મંત્રોચ્ચારની વચ્ચે દુલ્હા-દુલ્હને પીપીઇ કિટ પહેરીને એક બીજાના ગળામાં માળા પહેરાવી સાત ફેરા લીધા. મૂળે છતરગંજ નિવાસી યુવતીના લગ્ન દાંતા નિવાસી સરકારી અધ્યાપક સાથે નક્કી થયા હતા.

    આ પણ વાંચો, આ દેશના લોકોને આપવો પડે છે સૌથી વધુ ટેક્સ, જાણો ભારત કેટલા નંબર પર

    રવિવારે યુવતીના ઘરવાળા ધર્મશાળા માટે રવાના થયા. સમારોહ ની તમામ તૈયારીઓ ધર્મશાળામાં કરવામાં આવી હતી, પરંતુ આ દરમિયાન બે દિવસ પહેલા ગામમાં જ કોરોના મહામારીની તપાસ માટે આપવામાં આવેલા સેમ્પલનો રિપોર્ટ આવી ગયો. જેમાં દુલ્હન તથા તેની માતા કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું. આ સાંભળતા જ પરિવાર અસમંજસમાં પડી ગયો.

    આ પણ વાંચો, ભારતના આ પ્રાથમિક શિક્ષકને મળ્યો એવોર્ડ, 7 કરોડ રુપિયાના અડધા હિસ્સાનું કર્યું દાન

    એવામાં પ્રશાસનિક અધિકારીઓએ દુલ્હી અને દુલ્હનના પરિજનોની માંગ પર કલેક્ટરથી દિશા-નિર્દેશન લેતા એસડીએમની આગેવાનીમાં એક કમિટીની રચના કરી અને કોરોના પ્રોટોકોલ હેઠળ કોવિડ કેર સેન્ટર પરિસરમાં જ મંડપ તૈયાર કર્યો અને અહીં પ્રશાસનિક અધિકારીઓની હાજરીમાં દુલ્હા-દુલ્હન પંડિત તથા યુવતીના માતા-પિતાને પીપીઇ કિટ પહેરાવીને પૂરી વિધિ સાથે લગ્ન કરાવવામાં આવ્યા. શક્ય છે કે દેશની આ પહેલા એવા લગ્ન છે જે કોવિડ કેર સેન્ટર પરિસરમાં દુલ્હા-દુલ્હન પીપીઇ કિટ પહેરીને સંપન્ન કરાવવામાં આવ્યા હોય.
    Published by:Mrunal Bhojak
    First published: