સર્જિકલ સ્ટ્રાઇક: રાહુલના દાવા પર રાજનાથનો સવાલ- કોંગ્રેસે કેમ છૂપાવ્યું સેનાનું પરાક્રમ?

ગૃહ મંત્રી રાજનાથ સિંહ (ફાઇલ ફોટો)

આ પહેલા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સર્જિકલ સ્ટ્રાઇકને રાજકીય મુદ્દો બનાવવાનો આરોપ લગાવ્યો હતો

 • Share this:
  ગૃહમંત્રી રાજનાથસિંહે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે દેશ પર 55 વર્ષ સુધી શાસન કરનારી પાર્ટીએ દેશની જનતાને છેતરી છે. તેની સાથોસાથ તેઓએ સર્જિકલ સ્ટ્રાઇકને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના દાવાઓ પર સવાલ ઉઠાવતાં કહ્યું કે કોંગ્રેસે સેનાના પરાક્રમને છૂપાવીને કેમ રાખ્યું?

  મૂળે, આ પહેલા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સર્જિકલ સ્ટ્રાઇકને રાજકીય મુદ્દો બનાવવાનો આરોપ લગાવ્યો હતો. તેઓએ કહ્યું હતું કે, મોદી સરકાર જેવી સર્જિકલ મનમોહન સરકારે પણ ત્રણ વાર કરી. શું તમને ખબર છે?

  રાજનાથસિંહે રવિવારે બાનસૂરની ચૂંટણી રેલીમાં કોંગ્રેસ પર ભારતને દુનિયાના ગરીબ દેશોની લાઇનમાં ઊભા કરવાનો આરોપ લગાવ્યો. તેઓએ કહ્યું કે, અમને જનતાની આંખમાં ધૂળ નાખી રાજકારણ નથી કર્યું. જનતાની આંખમાં આંખ નાખીને રાજકારણ કર્યું છે.

  આ પણ વાંચો, સિદ્ધુએ PM પર સાધ્યું નિશાન: કોંગ્રેસે દેશને 4 ગાંધી આપ્યા અને બીજેપીએ 3 મોદી

  ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, આંકડા દર્શાવે છે કે કોંગ્રેસે 55 વર્ષોમાં રાજસ્થાનમાં શું કર્યું અને વસુંધરા રાજેની સરકારે રાજસ્થાનના વિકાસને લઈ શું કામ કર્યું છે. 50 વર્ષમાં કોંગ્રેસે માત્ર 103 આઈટીઆઈ શરૂ કરી, જ્યારે રાજેએ પોતાના પાંચ વર્ષના કાર્યકાળમાં 958 આઈટીઆઈ શરૂ કરી છે.

  રાહુલ ગાંધીના ટેમ્પલ રન પર કટાક્ષ કરતાં રાજનાથે કહ્યું કે, ચૂંટણી આવતા કોંગ્રેસના લોકો મંદિર પહોંચી જાય છે. તેના પહેલા મંદિરમાં જઈને તેમને પૂજા કરતાં નથી જોયા. કોંગ્રેસ માટે મંદિર અને ગાય ચૂંટણી મુદ્દો હોઈ શકે છે પરંતુ બીજેપી માટે મંદિર ચૂંટણી સ્ટંટ ન હોઈ શકે. આ અમારા સાંસ્કૃતિક જીવનનો અભિન્ન અંગ છે.
  Published by:Mrunal Bhojak
  First published: