Home /News /national-international /રાજ ઠાકરેનું એલાન, MNS આગામી લોકસભાની ચૂંટણી નહીં લડે

રાજ ઠાકરેનું એલાન, MNS આગામી લોકસભાની ચૂંટણી નહીં લડે

મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના વડા રાજ ઠાકરેની ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના MNSએ જાહેરાત કરી છે કે તે આગામી ચૂંટણીમાં ઉમેદવાર નહીં ઉતારે. પાર્ટીએ કહ્યું કે તેઓ વધુ ચર્ચા આગામી 19મી માર્ચે કરશે.

    ન્યૂઝ 18 ગુજરાતી: મહારાષ્ટ્ર નવનિર્ણા સેનાએ એલાન કર્યુ છે કે તે આગામી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો નહીં લડાવે. તેમનું કહેવું છે કે આગામી 19મી માર્ચે યોજાનાર પાર્ટીના અધિવેશનમાં વધારે જાહેરાત કરશે. માર્ચ મહિનાની શરૂઆતમાં એવી અટકળો સેવાઈ રહી હતી કે રાજ ઠાકરે એનસીપીના ઉમેદવારોને સમર્થન આપવાની જાહેરાત કરશે.

    પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરેએ 9મી માર્ચે પાર્ટીના સ્થાપના દિવસે કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે તેઓ યોગ્ય સમયે પોતાનો નિર્ણય જણાવશે અને કાર્યકર્તાઓ અને પાર્ટીના હોદ્દેદારોને અવગત કરશે. જોકે, 19મી માર્ચે રાજ ઠાકરેએ એક કાર્યકર્તા સંમ્મેલનનું આયોજન કર્યુ છે જેમાં અનેક વાતો સામે આવી શકે છે.

    એવા સમાચારો સતત આવી રહ્યાં હતા કે એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનમાં એમએનએસને શામેલ કરવામાં આવશે. જોકે, કોંગ્રેસે એનસીપીની વાત સાંભળી નહીં અને એમએનએસને ગઠબંધનમાં સમાવવાનો ઇન્કાર કરી દીધો હતો. હવે ઉલ્લેખનીય છે કે આગામી ચૂંટણીમાં એમએનએસ ન લડતા કોઈ પક્ષને સમર્થન જાહેર કરે છે કે નહીં તે પણ મહત્ત્તવપૂર્ણ બની રહેશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Genrel election 2019, Lok sabha election 2019, એમએનએસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन