Home /News /national-international /'પૈસા આવ-જાવ કરે, પણ નામ..', રાજ ઠાકરેએ ઉદ્ધવ પાસેથી શિવસેનાને છીનવી લેતા બાલાસાહેબનો ઓડિયો કર્યો શેર
'પૈસા આવ-જાવ કરે, પણ નામ..', રાજ ઠાકરેએ ઉદ્ધવ પાસેથી શિવસેનાને છીનવી લેતા બાલાસાહેબનો ઓડિયો કર્યો શેર
'પૈસા આવ-જાવ કરે, પણ નામ..'
Shiv Sena Rift: ઉદ્ધવના પિતરાઈ ભાઈ અને MNS પ્રમુખ રાજ ઠાકરેએ ચૂંટણી પંચના નિર્ણય પર બાલાસાહેબ ઠાકરેનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે કહી રહ્યા છે કે, પૈસા ગયા તો કમાઈ જવાશે, પણ નામ જશે તો ક્યારેય પાછું નહીં આવે.
મુંબઈ: મહારાષ્ટ્રમાં શિવસેનાના નામ અને ચૂંટણી ચિહ્નને લઈને લાંબા સમયથી ચાલી રહેલા ઝઘડા પર ચૂંટણી પંચે પોતાનો ચુકાદો આપ્યો છે. ઉદ્ધવ જૂથ માટે આ નિર્ણય કોઈ મોટા ઝટકાથી ઓછો નથી. ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથને શિવસેનાનું નામ અને ધનુષ અને તીરનું ચૂંટણી ચિન્હ આપવાનો નિર્ણય કર્યો છે. જ્યાં એકનાથ શિંદે તેને લોકશાહીની જીત ગણાવી છે, તો ઉદ્ધવ ઠાકરેએ તેને લોકશાહી માટે ઘાતક ગણાવ્યું છે.
આ નિર્ણય પર, ઉદ્ધવના પિતરાઈ ભાઈ અને MNS વડા રાજ ઠાકરેએ બાલાસાહેબ ઠાકરેનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે કહી રહ્યા છે કે, પૈસા ગયા તો કમાઈ જવાશે, પણ નામ જશે તો ક્યારેય પાછું નહીં આવે. MNS ચીફ રાજ ઠાકરેએ આ ઓડિયો શેર કર્યો અને ટ્વીટ કર્યું કે, "બાલાસાહેબ દ્વારા આપવામાં આવેલ શિવસેનાનો વિચાર કેટલો સાચો હતો, આજે ફરી એકવાર જાણીએ..."
ભાઈ ઉદ્ધવ ઠાકરે પાસેથી શિવસેનાનું નામ અને ચૂંટણી ચિન્હ છીનવી લેવાયા બાદ રાજ ઠાકરે દ્વારા કરવામાં આવેલા ઓડિયો ટ્વીટમાં બાલાસાહેબ ઠાકરેનું ભાષણ છે. જેમાં તે કહે છે કે, “પૈસા આવે છે, પૈસા જાય છે, ફરી આવે છે. પૈસા જાય તો ફરી કમાઈ જવાય, પણ નામ ખોવાઈ જાય તો ક્યારેય પાછું આવતું નથી. એટલા માટે તમારું નામ મોટું કરો, નામ જ બધું છે.
એકનાથ શિંદેએ કહ્યું કે- આ બાલાસાહેબની વિચારધારાની જીત છે ચૂંટણી પંચના નિર્ણય બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, આ બાલાસાહેબ ઠાકરેની વિચારધારાની જીત છે. પંચે શિંદે જૂથને અસલી શિવસેના માની છે.
ચૂંટણી પંચ (EC) એ શુક્રવારે એકનાથ શિંદેના નેતૃત્વવાળા જૂથને વાસ્તવિક શિવસેના તરીકે માન્યતા આપી હતી અને તેને 'ધનુષ અને તીર' પ્રતીક ફાળવવાનો આદેશ આપ્યો હતો. પક્ષના નિયંત્રણ માટે લાંબી લડાઈ પછી તેના 78 પાનાના આદેશમાં, કમિશને ઉદ્ધવ ઠાકરે જૂથને રાજ્યમાં વિધાનસભા પેટાચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી "મશાલ" ચૂંટણી પ્રતીક રાખવાની મંજૂરી આપી છે.
બીજી તરફ, ચૂંટણી પંચના નિર્ણય પર મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે કહ્યું હતું કે, એકનાથ શિંદેની તરફેણમાં ચૂંટણી પંચે નિર્ણય લીધો છે કે શિંદે "વાસ્તવિક શિવસેના" નું નેતૃત્વ કરે છે.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા ફડણવીસે નાગપુરમાં પત્રકારોને કહ્યું કે, “હવે સાબિત થયું છે કે, એકનાથ શિંદે વાસ્તવિક શિવસેનાનું નેતૃત્વ કરી રહ્યા છે. નિર્ણયની ચકાસણી કરવામાં આવી છે. શિવસેના વિચારધારા ધરાવતો પક્ષ છે. શિંદે વિચારધારાને આગળ લઈ રહ્યા છે... તેઓ (શિવસેનાના સ્થાપક) બાલાસાહેબ ઠાકરેના પગલે ચાલી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર