રાહુલ ગાંધીને વડાપ્રધાન બનવાની તક મળવી જોઈએ: રાજ ઠાકરે

રાજ ઠાકરે (ફાઇલ ફોટો)

મનસે પ્રમુખે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ છેલ્લા પાંચ વર્ષમાં જૂઠનો જ પ્રચાર કર્યો છે

 • Share this:
  એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલીને સમર્થન કરનારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ તેમની ટીકા કરતાં રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવાની વકાલત કરી છે. મનસે પ્રમુખે પીએમ મોદી પર આરોપ લગાવ્યો છે કે છેલ્લા પાંચ વર્ષ માત્ર કોંગ્રેસના સમયમાં શરૂ કરવામાં આવેલી યોજનાઓના નામ બદલવામાં જ પસાર કરી દીધા છે. ગુડી પડવાના અવસરે શનિવારે મુંબઈના શિવાજી પાર્કમાં મનસે કાર્યકર્તાઓને સંબોધિત કરતાં ઠાકરેએ કહ્યું કે રાહુલ ગાંધીને પણ વડાપ્રધાન બનવાની તક મળવી જોઈએ. તેઓએ કહ્યું કે શક્ય છે કે રાહુલ ગાંધી દેશન માટે સારું પ્રદર્શન કરે.

  મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અધ્યક્ષે આરોપ લગાવ્યો કે બીજેપીના છેલ્લા પાંચ વર્ષના શાસનમાં પીએમ મોદીએ દરેક વસ્તુનો ખોટો પ્રચાર કર્યો છે. ભારતીય વાયુસેના હોય કે સ્ટ્રાઇક હોય કે પછી અચ્છે દિન અને દરેક ભારતીયના ખાતામાં 15 લાખ રૂપિયા આપવા, વિકાસ, રોજગાર, નોટબંધી, મેક ઇન ઈન્ડિયા વગેરે સરકારની વિભિન્ન નીતિઓ તથા વાયદાઓ હોય, બધામાં તેઓએ જૂઠ જ ફેલાવ્યું છે.

  આ પણ વાંચો, વડાપ્રધાને બંગાળમાં કહ્યું,'દીદી ડરી ગયા છે, રાતે ઊંઘી શકતા નથી'

  મનસે પ્રમુખે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની આગેવાનીમાં મહાગઠબંધનનું સમર્થન કરવાની અપીલ કરી. ઠાકરેએ કહ્યું કે નોટબંધી દરમિયાન લાઇનોમાં કલાકો ઊભા રહેવાથી 100થી વધુ લોકોના મોત થયા અને અત્યાર સુધી સાડા ચાર કરોડ લોકોએ નોકરીઓ ગુમાવી છે. તેઓએ પાર્ટી (બીજેપી)ને ઊભી કરનારા લાલકૃષ્ણ અડવાણી જેવા સિનિયર નેતાઓને સાઇડલાઇન કરી પાર્ટી પર કબજો જમાવવા માટે પીએમ મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહની નિંદા કરી.
  Published by:Mrunal Bhojak
  First published: