રાજ ઠાકરેએ કહ્યું - મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર લાંબા સમય સુધી ચાલશે નહીં

News18 Gujarati
Updated: July 31, 2020, 11:43 PM IST
રાજ ઠાકરેએ કહ્યું - મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર લાંબા સમય સુધી ચાલશે નહીં
રાજ ઠાકરેએ કહ્યું - મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર લાંબા સમય સુધી ચાલશે નહીં

રામ મંદિરના ભૂમિપૂજન વિશે કહ્યું- કોવિડ-19ના સંકટના કારણે અયોધ્યામાં રામ મંદિર માટે હાલ ભૂમિ પૂજન કાર્યક્રમનું આયોજન કરવાની જરૂર ન હતી

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ (Raj Thakrey)કહ્યું કે શિવસેના (Shiv sena),એનસીપી અને કોંગ્રેસ (Congress)ના ગઠબંધનથી ચાલી રહેલી મહા વિકાસ અઘાડી સરકાર લાંબા સમય સુધી ચાલશે નહીં કારણ કે સત્તાપક્ષના સહયોગીઓ વચ્ચે એકતાનો અભાવ છે. તેમણે કોવિડ-19 પર કહ્યું કે બીમારી વિશે લોકોના મનમાં જે ભય છે તેનો દૂર કરવો જરૂરી છે.

રાજ ઠાકરેએ કહ્યું કે મને નથી લાગતું કે મહારાષ્ટ્ર સરકાર લાંબા સમય સુધી ચાલશે. મારી ઇચ્છા નથી તે પડી જાય પણ સરકારમાં કોઈ એકતા નથી એને તે એકબીજા સાથે વિચાર વિમર્શ કરતા નથી. આ લાંબા સમય સુધી નહીં ચાલે. એક મરાઠી સમાચાર ચેનલ દ્વારા આયોજીત એક કાર્યક્રમ દરમિયાન આ ટિપ્પણી કરી હતી.

આ પણ વાંચો - અયોધ્યા : PM મોદી સાથે મંચ પર રહેશે આ 5 ગણમાન્ય, જાણો ભૂમિપૂજનના કાર્યક્રમની રૂપરેખા

મહામારી દરમિયાન માસ્ક પહેરવા પર તેમના મત વિશે પુછતા રાજ ઠાકરેએ કહ્યું હતું કે તેની આવશ્યકતા નથી. મનસે નેતાએ યાદ કરતા કહ્યું કે મીડિયાએ તેને સવાલ પૂછ્યા હતા જ્યારે કોવિડ-19ની સ્થિતિ પર ચર્ચા માટે મે મહિનામાં મુખ્યમંત્રી દ્વારા બોલાવેલી સર્વદળીય બેઠકમાં સામેલ થવા દરમિયાન માસ્ક પહેર્યો ન હતો.

રામ મંદિરના ભૂમિપૂજન વિશે કહ્યું હતું કે કોવિડ-19ના સંકટના કારણે અયોધ્યામાં રામ મંદિર માટે હાલ ભૂમિ પૂજન કાર્યક્રમનું આયોજન કરવાની જરૂર ન હતી. સ્થિતિ સામાન્ય થયા પછી આયોજન કરવામાં આવી શકાયું હોત.
Published by: Ashish Goyal
First published: July 31, 2020, 11:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading