મુંબઈ : અશ્લિલ ફિલ્મોના નિર્માણ અને સ્ટ્રિમિંગના એક કથિત મામલામાં ધરપકડ કરાયેલા બિઝનેસમેન રાજ કુન્દ્રા પર (Raj Kundra Case) મહારાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના (bjp)નેતાએ ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપા નેતાએ દાવો કર્યો કે આ ઘોખાઘડીમાં કુન્દ્રાએ શિલ્પા શેટ્ટીનો (Shilpa Shetty)પણ ઉપયોગ કર્યો છે. ભાજપા નેતા રામકદમે (ram kadam)એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દાવો કર્યો કે અશ્લિલ ફિલ્મો સિવાય કુન્દ્રા ગેમ્બલિંગની રમતમાં પણ સામેલ છે. તેમણે દાવો કર્યો કે કુન્દ્રાએ આ ગેમ દ્વારા પૈસા વસૂલ્યા છે. ભાજપા નેતાએ આરોપ લગાવ્યો કે કુન્દ્રાએ ગેમના પ્રચાર માટે પોતાની પત્ની શિલ્પા શેટ્ટીના નામનો પણ ઉપયોગ કર્યો છે. બીજેપી નેતાએ કહ્યું કે કુન્દ્રાએ GOD ગેમ દ્વારા ધોખાધડીને અંજામ આપ્યો અને ડિસ્ટ્રીબ્યૂશનના નામ પર ગરીબો પાસેથી પૈસા હડપ્યા છે.
રામકદમે દાવો કર્યો કે જે લોકો કુન્દ્રા પાસે પૈસા માંગવા ગયા હતા તેમની પિટાઇ કરી હતી. તેમણે કહ્યું કે રાજ કુન્દ્રા મારપીટ કરી રહ્યો છે. પૈસા પાછા આપી રહ્યો નથી. દૂર્ભાગ્યની વાત છે કે પોલીસે પણ ન્યાય કર્યો નથી. અન્ય એક ચોંકાવનારા દાવામાં કદમે કહ્યું કે રાજની કંપનીએ લગભગ 3000 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે.
તેમણે કહ્યું કે ફક્ત મહારાષ્ટ્રમાં નહી દેશભરમાં આવી રહેલા રિપોર્ટ્સ પ્રમાણે કોરોડો નહીં પણ મોટી સંખ્યામાં કૌભાંડ કરવામાં આવ્યું છે અને જો આપણે પૂરી સંખ્યાને મિલાવીએ તો રાજ કુન્દ્રાની કંપની દ્વારા લગભગ 2500 કરોડ રૂપિયાથી 3000 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે.
બીજી તરફ સેબીએ શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા અને તેમની કંપની વિયાન ઇન્ડસ્ટ્રીઝ પર ઇનસાઇડર ટ્રેડિંગ નિયમોના ભંગ માટે 3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર