મૃત જાહેર કરવામાં આવેલી મહિલા સ્મશાનમાં જીવીત નીકળી, જાણો પછી પરિવારે શું કર્યુ

પ્રતિકાત્મક તસવીર

છત્તસીગઢની રાજધાની રાયપુરમાં હૉસ્પિટલની લાલિયાવાડીનો અદભૂત કિસ્સો સામે આવ્યો

 • Share this:
  રાયપુર : જો તમારું કોઈ સ્વજન બીમાર હોય હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હોય અને હૉસ્પિટલ સત્તાધીશો તેને મૃત જાહેર કરે તો સ્વાભાવિક પણ કોઈ પણ વ્યક્તિ તેમના પર વિશ્વાસ કરી અને અંતિમ સંસ્કાર માટે લઈ જશે. જોકે, છત્તીસગઢમાં આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને તમે પણ વિચારમાં પડી જશો. અહીંયા હૉસ્પિટલે મૃત જાહેર કરેલી મહિલાનું મૃત્યુ થયું નહોતું જ્યારે તેને સ્મશાન લઈ જવામાં આવી ત્યારે તેના શ્વાસ ચાલી રહ્યા હતા. હૉસ્પિટલની લાલિયાવાડી સામે આવતા હાહાકાર મચી ગયો હતો.

  બનાવની વિગતો એવી છે કે રાજધાની રાયપુરની સરકારી સિવિલ હૉસ્પિટલમાં એક મહિલાને મૃત જાહેર કરાવમાં આવી હતી ત્યારબાદ તેમના સગા મહિલાને અંતિમ સંસ્કાર માટે સ્મશાન લઈ ગયા હતા. જોકે, વિધિની વક્રતા ત્યારે સામે આવી જ્યારે મૃત જાહેર કરવામાં આવેલી મહિલા સ્મશાનમાં જીવીત હોવાનું સામે આવ્યું

  મૃત જાહેર કરવામાં આવેલી મહિલાને જ્યારે મુક્તિધામ લઈ જવામાં આવી ત્યારે તેના શ્વાસ ચાલી રહ્યા હતા. જોકે, સ્વજનોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અને તેને સારવાર માટે હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી. સ્વજનો તેને રાયપુરની આંબેડકર હૉસ્પિટલમાં લઈ આવ્યા હતા અને તાત્કાલિક અસરથી આ મહિલાને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવી હતી.

  જોકે, મહિલાને સારવાર આપવાાં આવી તેની થોડી જ ક્ષણોમાં તેનું મૃત્યુ નીપજી ગયું હતું પરંતુ સરકારી હૉસ્પિટલની લાલિયાવાડીનો આ અદભૂત કિસ્સો સમગ્ર રાજ્યમાં ચર્ચાની ચગડોળે ચઢ્યો હતો.

  એક મેથી 18 પ્લસને રસી આપવાની શરૂઆત છત્તીસગઢમાં વેક્સીનની અછત

  દરમિયાનમાં સમગ્ર દેશમાં 1 મેથી 18 વર્ષથી ઉપરની ઉંમરના યુવાનોને રસી આપવાની શરૂઆત કરવામાં આવનાર છે ત્યારે છત્તીસગઢમાં રસીના સ્ટોક અંગે અનિશ્ચિતાઓ છે. ભારત બાયોટેક દ્વારા ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી છે કે તે છત્તીસગઢને જુલાઈ 2021 સુધીમાં રસીના 25 લાખ ડોઝ આપવાનો પ્રયાસ કરશે તેવામાં મુખ્યમંત્રી ભુપેશ બઘેલ દ્વારા વડાપ્રધાનને પત્ર લખીને જથ્થો અપાવવા માટે રજૂઆત કરી છે.
  Published by:Jay Mishra
  First published: