છતીસગઢ: બોયફ્રેન્ડને આટલી મોંઘી ભેટ આપવા માટે ગર્લફ્રેન્ડે કર્યુ આવું કામ

News18 Gujarati
Updated: November 9, 2019, 12:50 PM IST
છતીસગઢ: બોયફ્રેન્ડને આટલી મોંઘી ભેટ આપવા માટે ગર્લફ્રેન્ડે કર્યુ આવું કામ
બોયફ્રેન્ડને આકર્ષિત કરવાના ચક્કરમાં છોકરીએ પોતાના જ ઘરે કર્યું આવું કામ

પૂછપરછ દરમિયાન યુવતીએ પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલ્યો હતો. હાલમાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે.

  • Share this:
તમે હંમેશાં સાંભળ્યું હશે કે કોઈ પ્રેમી કોઈ ગર્લફ્રેન્ડને ખુશ કરવા માટે મોંઘીદાટ ભેટો આપે છે, પરંતુ આ કિસ્સામાં છોકરીએ તેના બોયફ્રેન્ડને આકર્ષિત કરવાના પ્રયત્નો ખૂબ જ ભારે પડ્યા. ખરેખર, સગીર છોકરી તેના જન્મદિવસ પર તેના પ્રેમીને બાઇક ભેટ આપવા માંગતી હતી. પરંતુ તેની પાસે પૈસા નહોતા. ત્યારબાદ યુવતીએ પોતાના જ મકાનમાં ચોરી કરી અને યુવકને પૈસા આપ્યા હતા. આ મામલે પરિવારના સભ્યોએ પોલીસ ફરિયાદ કરતાં તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને સગીર યુવતી પર શંકા ગઈ હતી. પૂછપરછ દરમિયાન યુવતીએ પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલ્યો હતો. હાલમાં પોલીસે આરોપી યુવકની રોકડ સાથે ધરપકડ કરી છે.

પ્રેમીને ખુશ કરવા માંગતી હતી પ્રેમીકા

પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે છતિસગઢના રાયપુરના ખામતરાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગભગ 1.73 લાખ રૂપિયાની ચોરી કર્યાના કેસનો ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ સગીર યુવતીએ બોયફ્રેન્ડના જન્મદિવસ નિમિત્તે પ્રેમીને ભેટ આપવા માટે પોતાના જ મકાનમાંથી ચોરી કરી હતી. સગીર યુવતીની પૈસા સાથે ધરપકડ કરવામાં આવી છે.

પોતાના જ ઘર પર ચોરી

પોલીસને મળેલી માહિતી અનુસાર ખામતરાય વિસ્તારમાં રહેતી સગીર યુવતીએ ઘરની આલમારીમાં રાખેલા પૈસા ઉપાડી લીધા હતા. ત્યારબાદ આ સંપૂર્ણ રકમ તેણે રાજીમ નવાપરામાં રહેતા પ્રેમીને બાઇક ખરીદવા આપી દીધી હતી.

પૂછપરછ દરમિયાન ખુલાસોએવું કહેવામાં આવી રહ્યું છે કે ઘરમાંથી પૈસાની ચોરી થયા બાદ પીડિતે ખામતરાય પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો હતો. ફરિયાદ બાદ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને સગીર યુવતી પર ચોરીની શંકા ગઈ હતી. પૂછપરછ દરમિયાન સગીરાએ પોતાનો ગુનો કબૂલ્યો છે અને હાલ પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.

 
First published: November 9, 2019
વધુ વાંચો
अगली ख़बर