રાહુલની મોટી જાહેરાત, અમારી સરકાર બનશે તો ગરીબોને આપીશું ન્યૂનતમ આવકની ગેરંટી

રાહુલની મોટી જાહેરાત, અમારી સરકાર બનશે તો ગરીબોને આપીશું ન્યૂનતમ આવકની ગેરંટી
કોંગ્રેસ નેતાઓએ આજ છત્તીસગઢમાં ગંગાજળને હાથમાં રાખી કસમ ખાધી હતી કે, સત્તામાં આવ્યા બાદ ખેડૂતોનું દેવું માફ કરીશું. આ મુદ્દા પર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટી જીત મળી હતી.

કોંગ્રેસ નેતાઓએ આજ છત્તીસગઢમાં ગંગાજળને હાથમાં રાખી કસમ ખાધી હતી કે, સત્તામાં આવ્યા બાદ ખેડૂતોનું દેવું માફ કરીશું. આ મુદ્દા પર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટી જીત મળી હતી.

 • Share this:
  લોનમાફીના સહારે છત્તીસગઢની સત્તામાં 15 વર્ષ બાદ પાછી આવેલી કોંગ્રેસે ખેડૂતોને પોતાની સાથે મજબૂતીથી જોડી રાખવા માંગે છે. કોંગ્રેસની સરકાર બન્યા બાદ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી પહેલી વખત પ્રદેશના પ્રવાસ પર છે અને ખેડૂતોને સંબોધિત કરી રહ્યા છે. અહીં રાહુલે કિસાન આભાર સંમેલનને સંબોધિત કર્યું.

  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જનસભાને સંબોધિત કરી. આ દરમ્યાન તેમણે કહ્યું કે, જ્યારે અમે વિપક્ષમાં હતા ત્યારે ખેડૂતોના દેવા માફીની વાત કરતા હતા અને સરકારને પૂછતા હતા, ત્યારે સરકાર કહેતી હતી કે, અમારી પાસે પૈસા નથી. અમે આ કામ નહી કરી શકીએ. તેમણે કહ્યું કે, હિન્દુસ્તાનના ચોકીદાર પાસે છત્તીસગઢના ખેડૂતો માટે 6000 કરોડ રૂપિયા ન હતા, પરંતુ બિઝનેસમેન માટે 30000 કરોડ રૂપિયા છે. તેમણે કહ્યું કે, મેહુલ ચોક્સી પૈસા લઈ ભાગી શકે છે, પરંતુ ખેડૂતો માટે કેન્દ્ર સરકાર પાસે પૈસા નથી.  રાહુલ ગાંધીએ કહ્યું કે, શું કારણ છે કે, ખેડૂત પોતાના પૈસા વિમા કંપનીઓને આપે છે, અને ઓલા પડવા પર ખેડૂતને તેમના પૈસા નથી મળતા. તેમણે કહ્યું કે, જેવી રીતે કોંગ્રેસ પાર્ટીએ મનરેગામાં 100 દિવસની રોજગારીની ગેરંટી કરી આપી હતી, સૂચના અધિકારમાં ગેરંટી આપી બ્યૂરોક્રેસીના દરવાજા ખોલ્યા, ભોજનના અધિકારની ગેરંટી કરી આપી, તેમ જ ન્યૂનત્તમ આમદનીની ગેરંટી કરીશું.

  લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અધ્યક્ષે મોટુ નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે કે 2019 ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસ પાર્ટી ગેરંટી સાથે ન્યૂનત્તમ આમદની આપવા જઈ રહી છે.

  ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમ્યાન કોંગ્રેસના સત્તામાં આવવા પર ખેડૂતોનું દેવું માફ કરવાનું આશ્વાસન આપ્યું હતું. કોંગ્રેસ નેતાઓએ આજ છત્તીસગઢમાં ગંગાજળને હાથમાં રાખી કસમ ખાધી હતી કે, સત્તામાં આવ્યા બાદ ખેડૂતોનું દેવું માફ કરીશું. આ મુદ્દા પર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટી જીત મળી હતી.
  Published by:News18 Gujarati
  First published:January 28, 2019, 17:46 IST

  ટૉપ ન્યૂઝ