ચોમાસું આગળ વધ્યું, બેંગલુરુ, કર્ણાટકામાં વરસાદ પડશે

News18 Gujarati
Updated: June 5, 2019, 2:16 PM IST
ચોમાસું આગળ વધ્યું, બેંગલુરુ, કર્ણાટકામાં વરસાદ પડશે
પ્રતિકાત્મક તસવીર

દક્ષિણ કર્ણાટકનાં અંતરિયાળ ભાગોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 24 કલાકમાં વરસાદ પડે તેવી શક્યતા છે

  • Share this:
દક્ષિણ કર્ણાટકનાં અંતરિયાળ ભાગોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 24 કલાકમાં વરસાદ પડે તેવી શક્યતા છે. બીજી તરફ, દક્ષિણ-પશ્ચિમી ચોમાસું આગામી 48-72 કલાકમાં કેરળમાં બેસશે તેવી પુરી શક્યતા છે.

હવામાનનાં સમાચારો આપતી ખાનગી સંસ્થા સ્કાયમેટનાં જણાવ્યા અનુસાર, આગામી 48 કલાકમાં કેરળ અને કર્ણાટકામાં વરસાદની શરૂઆત થશે.

કર્ણાટકાનાં દરિયાકાંઠા અને બેંગ્લુરુમાં વરસાદ પડશે. આગામી થોડા કલાકોમાં જ, વિધિવત રીતે ચોમાસુ બેસી જશે. 7 જુનનાં રોજ કેરળમાં વરસાદની શરૂઆતની સાથે જ, દેશમાં વિધિવત ચોમાસું બેસી જશે.

ચોમાસા બેસવાની શરૂઆતની સાથે જ, કેરળ અને કર્ણાટકાનાં કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ વરસાદની સાથે જ, જોરદાર પવન ફૂંકાશે. કેરળમાં આ વર્ષે ચોમાસુ સારુ રહે તેવા આશા છે.

ઉત્તર કર્ણાટકામાં છુટોછવાયો વરસાદ પડશે પણ તેની તિવ્રતા ઓછી રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતનાં પૂર્વોત્તર રાજ્યમાં સારો વરસાદ પડી રહ્યો છેજેમાં આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલયા, નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ અને ત્રિપુરામાં છેલ્લા થોડા દિવસોથી સારો વરસાદ પડે છે. મેઘાલયામાં ભારે વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ચેરાપુંજીમાં 162 એમએમ વરસાદ પડ્યો છે.

ત્રિપુરાનાં કૈલાસહરમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. આ સિવાય, ગંગટોક, લુંબડીંગ, અઝવાલ, સિલોગં, બારાપાની વગેરેમાં પણ વરસાદ નોંધાયો છે.

હાલની સ્થિતિએ આસામનાં પૂર્વ વિસ્તારમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે. આ સિસ્ટમ મેઘાલયા તરફ જઇ રહી છે અને આસામ અને અરુણાચલ પ્રદેશમાં વરસાદ લાવશે.
First published: June 5, 2019
વધુ વાંચો
अगली ख़बर