Big Accident : વરસાદમાં મકાન ધરાશાયી, એક જ પરિવારના 7 લોકો ઊંઘતા દટાયા, તમામના મોત

રાજસ્થાનમાં મકાન ધરાશાયી થતા એક જ પરિવારના સાત સભ્યોના મોત

એક પરિવારના 2 ભાઈઓના 7 પરિવારો કાટમાળમાં દફન થઈ ગયા. આ દુર્ઘટનામાં તમામના મોત થયા છે, એક ભાઈ બહાર ગયો હોવાથી એકલો બચી ગયો

  • Share this:
    બુંદી : કોટા વિભાગના બુંદી જિલ્લામાં ભારે વરસાદને કારણે તબાહી મચી છે. અહીં જિલ્લાના કેશવરાયપટણ નગરમાં ચંબલ ઘાટ પર એક મકાન ધરાશાયી થયા બાદ એક પરિવારના 2 ભાઈઓના 7 પરિવારો કાટમાળમાં દફન થઈ ગયા. આ દુર્ઘટનામાં તમામના મોત થયા છે. કાટમાળમાં દટાયેલા સાત લોકોના મૃતદેહો બહાર કાવામાં આવ્યા છે. અકસ્માત બાદ વિસ્તારમાં શોક ફેલાયો છે. જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. બીજી તરફ, જિલ્લાભરમાં અવિરત વરસાદથી સામાન્ય જનતાની સાથે પોલીસ વહીવટીતંત્રની પણ ઊંઘ હરામ થઇ ગઇ છે. જિલ્લા મથક બુંદી શહેરમાં પણ કોલોનીઓ ડૂબી ગઈ છે.

    કેશવરાયપટનના નાયબ પોલીસ અધિક્ષક નીતિરાજ સિંહે જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે મકાન તૂટી પડવાની ઘટના મંગળવારે બપોરે 3 વાગ્યાની આસપાસ બની હતી. ત્યારે મહાવીર કેવટના પરિવારજનો અને તેનો નાનો ભાઈ મહેન્દ્ર ત્યાં સૂતા હતા. આ દરમિયાન, ઘરની નજીક બનેલી પાલિકાની સુરક્ષા દિવાલ મહાવીરના ઘર પર પડી હતી. આ કારણે ઘર તૂટી પડ્યું.

    આ પણ વાંચોમહેસાણા : ઊંઝાના વેપારી હનીટ્રેપમાં ફસાયા, 'ડિમ્પલ પટેલ સહિત સાત લોકોએ 58.50 લાખ વેતર્યા'

    અકસ્માતની જાણ થતાં પોલીસ વહીવટી તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. કાટમાળ નીચે લોકો દટાયેલા હોવાથી તેમને બચાવવા માટે જેસીબી અને અન્ય માધ્યમોને તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતા. વહેલી સવારે જિલ્લા કલેક્ટર આશિષ ગુપ્તા અને એસપી શિવરાજ મીણાએ ઘટનાસ્થળે પહોંચી રાહત કામગીરીને તેજ કરી હતી, આજે કાટમાળ હટાવતા સાત મૃતદેહ મળી આવ્યા છે.

    આ પણ વાંચોમિત્રતાની મિશાલ : મિત્રના મૃત્યું બાદ 40 મિત્રોએ ઉઠાવી પરિવારની જવાબદારી, ઘર બનાવ્યું, ભરણપોષણ પણ કરે છે

    મહાવીર કેવટ બહાર હોવાથી બચી ગયા

    બુધવારે બપોરે 1 વાગ્યા સુધીમાં, તમામ સાત લોકોને કાટમાળમાંથી બહાર કાવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેઓ મૃત્યુ પામ્યા હતા. મહાવીર કેવત પોતે બહાર હોવાથી બચી ગયા. માર્યા ગયેલાઓમાં મીરાબાઈ, માસૂમ બાળક તમન્ના, મહેન્દ્ર, અનિતા દેવી, દીપિકા, ખુશી અને કાન્હાનો સમાવેશ થાય છે. મૃતકોમાં મીરા મહાવીર કેવતની પત્ની અને તમન્નાહ તેમની પુત્રી છે. મહેન્દ્ર મહાવીરનો નાનો ભાઈ હતો. અનિતા મહેન્દ્રની પત્ની હતી. દીપિકા, કાન્હા અને ખુશી મહેન્દ્રના બાળકો છે. આશરે નવથી દસ કલાક સુધી ચાલેલી બચાવ કામગીરી છતાં કોઈને બચાવી શકાયા નહીં.
    Published by:kiran mehta
    First published: