નવી દિલ્હી. ગુજરાત (Gujarat) અને મહારાષ્ટ્ર (Maharashtra)માં ત્રાટકેલા ટાઉતે વાવાઝોડા (Tauktae Cyclone)એ દેશના અન્ય રાજ્યોમાં પણ વિનાશ વેર્યો છે. રાજસ્થાન (Rajasthan) બાદ દિલ્હી (Delhi)માં પણ ભારે વરસાદ (Heavy Rainfall) નોંધાયો છે. દિલ્હી અને એનસીઆરમાં વરસી રહેલા વરસાદે છેલ્લા 120 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે.
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (Indian Meteorological Department)ના નિદેશક કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું કે દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં એટલે કે બુધવાર સવારે 8:30 વાગ્યાથી ગુરૂવાર સવારે 8:30 વાગ્યા સુધી 119.3 મિલીમીટર વરસાદ પડવાથી રેકોર્ડ નોંધાયો છે જે મે મહિનામાં એક દિવસમાં 120 વર્ષ બાદ સૌથી વધુ છે. બીજી તરફ, 100 મિલીમીટરથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમાં 120 વર્ષ દરમિયાન મે મહિનામાં ક્યારેય નથી પડ્યો. હવામાન વિભાગનો આ ઓલ ટાઇમ હાઇ રેકોર્ડ છે, જે વર્ષ 1901માં નોંધાયો હતો.
આ ઉપરાંત છેલ્લા 10 વર્ષ દરમિયાન સમગ્ર મે મહિનામાં પણ ક્યારેય 100 મિલીમીટરથી વધુ વરસાદ નથી નોંધાયો. સતત વરસાદ પડવાને કારણે ગુરુવારની સવાર 5 વર્ષની સૌથી ઠંડી સવાર તરીકે રેકોર્ડ થઇ છે જેમાં તાપમાન 19.3 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું છે. હવામાન વિભાગના આંકડાઓનું માનીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન આવા ત્રણ અલગ-અલગ રેકોર્ડ નોંધાયા છે.
નોંધનીય છે કે, હવામાન વિભાગ મુજબ, સફદરગંજમાં 19 મેના રોજ પણ મહત્તમ તાપમાન 23.8 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ કરવામાં આવ્યું હતું. તે 1951 બાદ સૌથી મહત્તમ તાપમાન રેકોર્ડ કરવામાં આવ્યું છે. આ પહેલા મહત્તમ તાપમાન 13 મે, 1982ના રોજ 24.8 ડિગ્રી રેકોર્ડ કરવામાં આવ્યું હતું.
" isDesktop="true" id="1098088" >
આ ઉપરાંત દિલ્હીના સફરદરગંજ વિસ્તારમાં બુધવાર રાત્રે 8:30 વાગ્યા સુધી 60 મિલીલીટર વરસાદ રેકોર્ડ થયો હતો જે 1976 બાદ સૌથી વધારે છે. 24 મે, 1976ના રોજ એક દિવસમાં 60 મિલીલીટર વરસાદ રેકોર્ડ થયો હતો.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર