Home /News /national-international /Rainfall forecast! 48 કલાકમાં ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, જાણો તમારા શહેરની સ્થિતિ

Rainfall forecast! 48 કલાકમાં ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, જાણો તમારા શહેરની સ્થિતિ

ભારતના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

Rainfall forecast : છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદને કારણે તાપમાનમાં 4 થી 6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. આગામી બે-ત્રણ દિવસ સુધી તાપમાનમાં 6 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની હવામાન વિભાગે આગાહી (Rainfall forecast) કરી છે.

Rainfall forecast : છેલ્લા 24 કલાકથી ઉત્તર ભારત (North India) ના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ (Heavy Rain)ને કારણે તાપમાનનો પારો ઝડપથી નીચે આવ્યો છે, ત્યારબાદ હવામાનમાં મોટો ફેરફાર થયો છે. ભારતીય હવામાન વિભાગ (India Meteorological Department -IMD) એ ચેતવણી આપી છે કે, આગામી 48 કલાક સુધી હવામાનની સ્થિતિ વધુ કે ઓછી એવી જ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાક સુધી દેશના પશ્ચિમ હિમાલયી રાજ્યોના મોટાભાગના વિસ્તારોમાં અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના (Rainfall forecast) છે.

રાષ્ટ્રીય રાજધાનીમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદને કારણે તાપમાનમાં 4 થી 6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. આગામી બે-ત્રણ દિવસ સુધી તાપમાનમાં 6 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની હવામાન વિભાગે આગાહી (Rainfall forecast) કરી છે.

હિમાચલ, ઉત્તરાખંડમાં હિમવર્ષા

હવામાન વિભાગે કહ્યું છે કે, રવિવાર સુધી પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઉપરના ભાગોમાં પણ હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 9 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને ઉત્તરાખંડમાં પણ હિમવર્ષા થવાની સંભાવના છે.

એનસીઆર અને યુપી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના અલગ-અલગ ભાગોમાં આજે પણ વરસાદ ચાલુ રહેશે. જોકે આવતીકાલથી હવામાનમાં સુધારો થશે. પૂર્વ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં 9 જાન્યુઆરીએ પણ ભારે વરસાદની સંભાવના છે. IMDના ડાયરેક્ટર જનરલ એમ મહાપાત્રાએ કહ્યું કે દિલ્હીમાં પહેલાથી જ વરસાદ પડી રહ્યો છે. તેમણે કહ્યું કે પંજાબ અને હરિયાણામાં વરસાદ નબળો પડવાની સંભાવના છે.

પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કેવું રહેશે હવામાન

IMDએ આગાહી કરી છે કે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં આગામી બે-ત્રણ દિવસ સુધી તાપમાનમાં 4 થી 6 ડિગ્રીનો ઘટાડો થશે. આ સાથે જ આ રાજ્યોના મોટાભાગના વિસ્તારોમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, મધ્ય ભારતમાં 8 થી 12 જાન્યુઆરી દરમિયાન વાવાઝોડાં અને ભારે વરસાદની સંભાવના છે, જ્યારે પૂર્વ ભારતમાં 10 થી 13 જાન્યુઆરી સુધી મુશળધાર વરસાદની સંભાવના છે.

બિહાર, ઝારખંડમાં વરસાદની શક્યતા

અહીં 8 થી 12 જાન્યુઆરી દરમિયાન બિહાર અને ઝારખંડના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. છત્તીસગઢમાં 10 થી 12 જાન્યુઆરી દરમિયાન અને વિદર્ભમાં 9 થી જાન્યુઆરી દરમિયાન વ્યાપક વરસાદની પણ સંભાવના છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં 11 થી 12 જાન્યુઆરી વચ્ચે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદ પછી NCRની હવાની ગુણવત્તામાં મોટો સુધારો

દિલ્હીમાં હળવો વરસાદ ચાલુ છે (દિલ્હી એર પોલ્યુશન). જેના કારણે ઠંડીમાં વધારો થયો છે, જેથી હવા મુક્તપણે શ્વાસ લઈ શકે તેવી બની છે. સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR) અનુસાર, દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) આજે 90 છે, જે સંતોષકારક શ્રેણીમાં છે. અગાઉ શનિવારે 'મધ્યમ શ્રેણી'માં રાજધાનીની AQI 132 હતી. તે જ સમયે, શુક્રવારે, હવા ગુણવત્તા સૂચકાંક 'નબળી' શ્રેણીમાં 273 હતો.

આ પણ વાંચો - હાડ કંપાવતી ઠંડીમાં દેશની રક્ષા કરતા જવાનનો VIDEO વાયરલ, તમને ઘરમાં ઠંડી ચડી જશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે નીચા દબાણનો વિસ્તાર

IMD એ તેના બુલેટિનમાં જણાવ્યું છે કે, ઉત્તર પાકિસ્તાન અને પડોશમાં ચક્રવાતી પરિભ્રમણના રૂપમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે નીચા દબાણનો વિસ્તાર બન્યો છે. આ સાયક્લોનિક સરક્યુલેશન પૂર્વ રાજસ્થાનના નીચાણવાળા ભાગો અને આસપાસના વિસ્તારોમાં ફેલાયેલું છે. આ ઉપરાંત અરબી સમુદ્રથી ઉત્તર-પશ્ચિમ અને તેને અડીને આવેલા મધ્ય ભારત પર ઉચ્ચ ભેજનું ક્ષેત્ર રચાયું છે, જે આગામી બે દિવસ સુધી ચાલુ રહેવાની શક્યતા છે. આગામી ત્રણથી ચાર દિવસ સુધી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના સંગમ સ્થાન પર લો સાયક્લોનિક સરક્યુલેશન સર્જાવાની શક્યતા છે.
First published:

Tags: Heavy rain fall, Imd forecast, IMD Warning, Latest News, Latest news Rain, Rain forecast