દુબઈમાં ધોધમાર વરસાદ, દુનિયાના સૌથી મોટા મૉલમાં ઘૂસી ગયું પાણી, જુઓ Video

News18 Gujarati
Updated: November 11, 2019, 2:01 PM IST
દુબઈમાં ધોધમાર વરસાદ, દુનિયાના સૌથી મોટા મૉલમાં ઘૂસી ગયું પાણી, જુઓ Video
ધ દુબઈ મૉલમાં પાણી

દુબઈમાં સામાન્ય રીતે ખૂબ ઓછો વરસાદ પડે છે, પરંતુ અચાનક પડેલા વરસાદને કારણે મૉલમાં પાણી ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ હતી.

  • Share this:
દુબઈ : 'ધ દુબઈ મૉલ' (The Dubai Mall)માં શૉપિંગ માટે દુનિયાભરમાંથી લોકો આવે છે. 12 મિલિયન સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો આ મૉલ દુનિયાનો સૌથી મોટો શૉપિંગ મૉલ છે. એટલે કે 50 ફૂટબોલના મેદાન (Football Ground)ની લંબાઈ-પહોળાઇ જેટલો મોટો આ મૉલ છે. અહીં આશરે 13,000 શૉપિંગ દુકાનો છે. પરંતુ રવિવારે વરસાદમાં અહીં અનોખો નજરો જોવા મળ્યો હતો. ભારે વરસાદ (Heavy Rain)ને કારણે મૉલ (Mall)માં ચારેબાજુ પાણી ભરાયું હતું.

સોશિયલ મીડિયામાં લોકો આ અંગેની તસવીર શેર કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મોટાં મોટાં બ્રાન્ડના સ્ટોરમાં ચારેતરફ પાણી ભરાયેલું છે. અનેક જગ્યાએ મૉલની છતમાંથી પાણી નીચે ટપકી રહ્યું હતું.
એવું લાગી રહ્યું હતું કે મૉલની અંદર પૂર આવી ગયું છે. પાર્કિંગમાં ચોતરફ પાણી જ પાણી ભરાયેલું હતું.

જોકે, સ્ટોરને બંધ કરવાની જરૂર પડી ન હતી, થોડીવારમાં પાણી ચાલ્યું ગયું હતું. પરંતુ અહીંની હાલત જોઈને તમામ લોકો ચકિત થઈ ગયા હતા.

દુબઈમાં સામાન્ય રીતે ખૂબ ઓછો વરસાદ પડે છે, પરંતુ અચાનક પડેલા વરસાદને કારણે મૉલમાં પાણી ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ હતી.

મૉલમાં અમુક જગ્યાએ પાણીનો ધોધ વહી રહ્યો હતો.
First published: November 11, 2019
વધુ વાંચો
अगली ख़बर