Home /News /national-international /

ઉત્તર ભારતમાં વરસાદની આગાહી; ગુજરાતના અનેક શહેરોમાં વાદયછાયું વાતાવરણ

ઉત્તર ભારતમાં વરસાદની આગાહી; ગુજરાતના અનેક શહેરોમાં વાદયછાયું વાતાવરણ

પ્રતીકાત્મક તસવીર

દિલ્હીમાં અનેક સ્થળે પાણી ભરાવવાના કારણે લોકોને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડ્યો

    દિલ્હી-એનસીઆરમાં સોમવાર બપોરથી શરૂ થયેલો વરસાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં પરિવર્તનના કારણે સોમવાર સવારથી જ વાદળ છવાયેલાં રહ્યા અને બપોર પડતાં સુધીમાં વરસાદ શરૂ થઈ ગયો. મોડી રાત સુધી અટકી-અટકીને વરસાદ પડી રહ્યો હતો. બીજી તરફ, મંગળવાર સવારેથી ફરી સતત ઝડપી વરસાદ થતો રહ્યો. ઘેરું અંધારું છવાઈ ગયું. સવારે 9 વાગ્યે પણ વાહનોની લાઇટ ચાલુ રાખવી પડી. વરસાદના કારણે ઠંડી પણ વધી ગઈ છે અને તાપમાન 6 ડિગ્રી સુધી ઘટી ગયું છે. બીજી તરફ, ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોને ઊભા પાકને નુકસાન જવાની ચિંતા સતાવી રહી છે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એમ બંને સિસ્ટમ સક્રિય થતાં અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ બન્યું છે.  સાથે જ ઉત્તર ભારતમાં કેટલાક સ્થળો પર વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

    જોકે, આ વરસાદના કારણે દિલ્હીમાં પ્રદૂષણથી રાહત ચોક્કસ મળી છે. હવામાન વિભાગ મુજબ, ઝડપી હવાની સાથે 24 જાન્યુઆરી સુધી વરસાદ પડવાની શક્યતા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર મંગળવાર સવારે દિલ્હી આવનારાી લગભગ 15 ટ્રેનો પણ તેનાથી પ્રભાવિત થઈ. શહેરમાં અનેક સ્થળે પાણી ભરાવવાના કારણે લોકોને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો પણ કરવો પડી રહ્યો છે.

    વરસાદ બાદ સોમવારે દિલ્હી-એનસીઆરનું લઘુત્તમ તાપમાન 11.5 ડિગ્રી અને મહત્તમ 28.2 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું. જોકે, વરસાદની સાથે ઝડપી હવાઓએ ફરી ઠંડીનો અહેસાસ કરાવ્યો છે. કાશ્મીરમાં સોમવારે અનેક સ્થળે ભારે બરફવર્ષા અને વરસાદ પડ્યો. તેના કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ટ્રાફિક ઠપ થઈ ગયો. બીજી તરફ, હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થઈ છે. તેના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધવાની શક્યતા છે.

    ગુજરાતમાં કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતામાં

    વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થવાની અસર ઉત્તર ભારતની સાથોસાથ ગુજરાતમાં પણ જોવા મળી. રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં બે દિવસમાં થયેલા કમોસમી વરસાદના કારણે ઊભા પાકને પણ નુકસાન થયું છે. મંગળવારે ગીર સોમનાથમાં વાતાવરણમાં પલટો સર્જાતા કાળા વાદળો છવાયા હતાં. જેના કારણે કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઘઉં, બાજરી, ચણા, ધાણા સહિતના પાકોને નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે.

    આ પણ વાંચો, મારી પાસે રાફેલ સાથે સંકળાયેલા ડોક્યુમેન્ટ, વાંચ્યા બાદ કરીશ પ્રેસ કોન્ફરન્સ: અન્ના હજારે
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Snowfall, ટ્રાફિક, દિલ્હી, વરસાદ

    આગામી સમાચાર