તેલગાંણા, હૈદરાબાદમાં વરસાદ, કેરળથી ચોમાસું આગળ વધશે

પ્રતિકાત્મક તસવીર

તેલગાંણાનાં મેડક, નાગરકુરનોલ, નાલગોન્ડા, નિર્મલ, નિઝામાબાદ અને હૈદરાબાદમાં પવન સાથે વરસાદ પડશે

 • Share this:
  કેરળમાં વરસાદ પડતાની સાથે જ હવામાન વિભાગે જાહેર કરી દીધું છે કે, દેશમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે. આ વર્ષે ચોમાસું એક અઠવાડિયું મોડુ છે.

  બીજી તરફ, ઠેલ્લા 24 કલાક દરમિયાન તેલગાંણા અને હૈદરાબાદમાં હળવો વરસાદ સતત ચાલુ છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, હૈદરાબાદમાં સારો એવો વરસાદ પડ્યો છે.

  પશ્ચિમ બંગાળથી લઇ તેલગાંણાનાં દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદી સિસ્ટમ સક્રિય બની છે જે આ વિસ્તારોમાં વરસાદ લાવી રહી છે.

  હવામાનનાં સમાચારો આપતી સ્કાયમેટ એજન્સીનાં જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં આ વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે. તેલગાંણાનાં ઘણા વિસ્તારોમાં વરસાદ પડશે.

  આગામી દિવસોમાં હૈદરાબાદમાં છૂટોછવાયો વરસાદ પડશે અને વાતાવરણ વાદળછાંયુ રહેશે.

  તેલગાંણાનાં મેડક, નાગરકુરનોલ, નાલગોન્ડા, નિર્મલ, નિઝામાબાદ અને હૈદરાબાદમાં પવન સાથે વરસાદ પડશે. અરબી સમુદ્રમાં લો પ્રેશન સર્જાશે અને વરસાદી સિસ્ટમ બનશે અને વરસાદ લાવશે.

  સામાન્ય રીતે કેરળમાં પહેલી જૂનનાં રોજ ચોમાસુ બેસતું હોય છે પણ આ વર્ષે એક અઠવાડિયું ચોમાસું મોડુ બેઠું છે. આજે કેરળમાં વરસાદ પડ્યો છે અને દેશમાં વિધિવત રીતે ચોમાસુ બેસી ગયું છે.
  Published by:Vijaysinh Parmar
  First published: