કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં વરસાદ, કેરળમાં ચોમાસાની આતુરતા

News18 Gujarati
Updated: June 8, 2019, 11:50 AM IST
કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં વરસાદ, કેરળમાં ચોમાસાની આતુરતા
આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં હળવોથી મધ્યમ વરસાદ થયો છે.

છેલ્લા ચોવીસ કલકામાં કોસ્ટલ આંધ્રપ્રદેશ અને કર્ણાટકના બેંગલુરૂમાં છૂટો છવાયો વરસાદ થયો છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : હવામાન ખાતાની આગાહી મુજબ એક તરફ આજથી કેરળમાં ચોમાસું બેસવાની આગાહી છે ત્યારે બીજી બાજુ દક્ષિણ ભારતમાં છેલ્લા 24 કલાકથી આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં છુટ્ટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. આંધ્રપ્રદેશના કાઠા વિસ્તારમાં આવેલા રાયલસીમામાં સાયક્લોનીક સર્ક્યુલેશનના કારણે વરસાદ થઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા પ્રેશરના કારણે આંધ્રપ્રદેશમાં હળવો વરસાદ થયો હતો.

બીજી બાજુ કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં હળવોથી મધ્યમ વરસાદ થયો છે. હવામાનની આગાહી કરનારી ખાનગી સંસ્થા સ્કાયમેટના અહેવાલ મુજબ શુક્રવારે સવારે 8.30 વાગ્યાથી લઈને શનિવારે સવારે 8.30 વાગ્યા સુધીમાં ચોવીસ કલાકમાં બેલગામમાં 3 એમએમ, ગુલબર્ગમાં 1એમએમ વરસાદ થયો છે.

આ પણ વાંચો :  આજે ચોમાસું કરેળના તટે પહોંચશે, ચાર જિલ્લામાં રેડ અલર્ટ

આગામી 24-48 કલાક દરમિયાન કર્ણાટકમાં મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. વરસાદના પગલે રાજ્યમાં તાપમાનમાં પણ ઘટાડો થવાની વકી છે. બેગલુરૂ શહેરમાં પણ આગામી બે દિવસ દરમિયાન વરસાદ થતો રહેવાની શક્યતા છે. રાજ્યના કાંઠાના વિસ્તારોમાં આગામી 48-72 કલાકમાં વરસાદ થવાની શક્યતા છે. કર્ણાટકના કાંઠા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે.

આંધ્રપ્રદેશના વિઝિનાગ્રામ, કુરનૂલ, અનંતપુરમાં આગામી 24 કલાક દરમિયાન હળવા ઝાપટા જોવા મળશે. જ્યારે અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
Published by: Jay Mishra
First published: June 8, 2019, 11:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading