વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આંધ્રપ્રદેશ, તામિલનાડુમાં વરસાદ શરૂ

News18 Gujarati
Updated: June 5, 2019, 3:46 PM IST
વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આંધ્રપ્રદેશ, તામિલનાડુમાં વરસાદ શરૂ
પ્રતિકાત્મક તસવીર

છેલ્લા 24 કલાક દરમિયાન, ઉત્તર આંધ્રપ્રદેશનાં દરિયાકાંઠા અને પાસે આવેલા તેલંગાણામાં વરસાદી ઝાપટાં પડ્યા છે. તામિલનાડુમાં બે સ્થળે ભારે વરસાદ નોંધાયો છે.

  • Share this:
દેશમાં આ વરસે ચોમાસું મોડું બેઠું છે પણ વિવિધત રીતે ચોમાસું સક્રિય થાય તે પહેલા વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે અને આંધ્રપ્રદેશ અને તામુલનાડુમાં વરસાદી ઝાપટાં પડશે તેમ આગાહી કરવામાં આવી છે.

હાલમાં દક્ષિણ આંધ્રપ્રદેશનાં દરિયાકાંઠા વિસ્તાર અને તામિલનાડુમાં વરસાદી વાતાવરણ બન્યું છે. બંગાળની ખાડીમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે અને તે તામિલનાડું તરફ આગળ વધી રહી છે. આ સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધી રહી છે. આ સિવાય, બીજી સિસ્ટમ મધ્યપ્રદેશ અને ઉત્તર તેલંગાણા તરફ આગળ વધે છે.

છેલ્લા 24 કલાક દરમિયાન, ઉત્તર આંધ્રપ્રદેશનાં દરિયાકાંઠા અને પાસે આવેલા તેલંગાણામાં વરસાદી ઝાપટાં પડ્યા છે. તામિલનાડુમાં બે સ્થળે ભારે વરસાદ નોંધાયો છે.

જો કે, આ વરસાદી વાતાવરણનો માહોલ બન્યો હોવા છતાં ગરમીથી લોકોને રાહત મળી નથી.

આગમી દિવસોમાં આંધ્રપ્રદેશ, તામુલનાડુ અને તેલંગાણાનાં કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડશે.

બીજી તરફ, દક્ષિણ કર્ણાટકનાં અંતરિયાળ ભાગોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 24 કલાકમાં વરસાદ પડે તેવી શક્યતા છે. બીજી તરફ, દક્ષિણ-પશ્ચિમી ચોમાસું આગામી 48-72 કલાકમાં કેરળમાં બેસશે તેવી પુરી શક્યતા છે.હવામાનનાં સમાચારો આપતી ખાનગી સંસ્થા સ્કાયમેટનાં જણાવ્યા અનુસાર, આગામી 48 કલાકમાં કેરળ અને કર્ણાટકામાં વરસાદની શરૂઆત થશે. કર્ણાટકાનાં દરિયાકાંઠા અને બેંગ્લુરુમાં વરસાદ પડશે. આગામી થોડા કલાકોમાં જ, વિધિવત રીતે ચોમાસુ બેસી જશે. 7 જુનનાં રોજ કેરળમાં વરસાદની શરૂઆતની સાથે જ, દેશમાં વિધિવત ચોમાસું બેસી જશે.
.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતનાં પૂર્વોત્તર રાજ્યમાં સારો વરસાદ પડી રહ્યો છે જેમાં આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલયા, નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ અને ત્રિપુરામાં છેલ્લા થોડા દિવસોથી સારો વરસાદ પડે છે. મેઘાલયામાં ભારે વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ચેરાપુંજીમાં 162 એમએમ વરસાદ પડ્યો છે. ત્રિપુરાનાં કૈલાસહરમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. આ સિવાય, ગંગટોક, લુંબડીંગ, અઝવાલ, સિલોગં, બારાપાની વગેરેમાં પણ વરસાદ નોંધાયો છે.

હાલની સ્થિતિએ આસામનાં પૂર્વ વિસ્તારમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે. આ સિસ્ટમ મેઘાલયા તરફ જઇ રહી છે અને આસામ અને અરુણાચલ પ્રદેશમાં વરસાદ લાવશે.
First published: June 5, 2019, 3:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading