વરસાદ અને કરા પડવાના કારણે ઉત્તર પ્રદેશમાં 15નાં મોત

રાજ્યના પૂર્તોર જિલ્લાઓમાં પ્રિ મોનસૂન એક્વિટી અંતર્ગત વરસેલા વરસાદ અને વાવાઝોડાના પગલે 15નાં મોત થયા હતા.

News18 Gujarati
Updated: June 7, 2019, 2:40 PM IST
વરસાદ અને કરા પડવાના કારણે ઉત્તર પ્રદેશમાં 15નાં મોત
ઉત્તર પ્રદેશના પશ્ચિમી જિલ્લાઓમાં વરસાદના પગલે 15નાં મોત થયા છે.
News18 Gujarati
Updated: June 7, 2019, 2:40 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : ગુરૂવારે દેશના ઉત્તર પ્રદેશ રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્વિટીના ભાગરૂપે વરસાદ અને વાવાઝોડું ફૂકાયું હતું. ભારે પવન અને વરસાદ સાથે  રાજ્યના પશ્ચિમી જિલ્લાઓમાં અનેક ઠેકાણે કરા પણ પડ્યા હતા જેના કારણે  15 લોકોના મોત થયા હોવાના મીડિયા અહેવાલો છે.

ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટના અહેવાલ મુજબ ઉત્તર પ્રદેશના મૈનપુરી, કાસગંજ, ઈટાહ, આગરા અને પીલિભીતમાં આ મોત થયા હતા. જેમાં સૌથી વધુ 6 લોકોનાં મોત મૈનપુરીમાં થયા હતા. જ્યારે રાજ્યના પૂર્વ અને મધ્ય પૂર્વ વિસ્તારમાં વાતાવરણ ખુશનુમા રહ્યું હતું. રાજ્યનું ઝાંસી શહેર સૌથી વધુ તાપમાન સાથે હોટેસ્ટ સિટી તરીકે નોંધાયું હતું. ઝા3ંસીમાં ગુરૂવારે તાપમાનનો પારો 47 ડિગ્રીએ પહોંચ્યો હતો.

આ પણ વાંચો : બેંગલુરુમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

પ્રિ-મોનસૂન એક્વિટીના કારણે ઉત્તર પ્રદેશના તપામાનમાં પણ આંશિક ઘટાડો નોંધાયો છે. રાજ્યના પશ્ચિમી જિલ્લાઓમાં તાપમાનમાં છેલ્લા 4-5 દિવસથી 2થી3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. 8 જૂન સુધીમાં ઉત્તર પ્રદેશમાં ફરીથી ગરમી શરૂ થઈ શકે છે અને વાતાવરણ સુકું અને ગરમ રહેવાની વકી છે. સ્કાયેટની આગાહી મુજબ રાજ્યમાં આગામી 11મી તારખી સુધી કોઈ પણ પ્રકારની પ્રિ-મોનસૂન એક્વિટીની આશંકા નથી.
First published: June 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...