રેલવેની ટિકિટમાં મોટો ફેરફાર, મુસાફરને મળશે એરપોર્ટ જેવી સુવિધા!

રેલવે સ્ટેશનો પર ભીડ ઓછી કરવા અને મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખી ટૂંક સમયમાં એરપોર્ટ જેવી એન્ટ્રી અને એક્ઝિટની વ્યવસ્થા કરવામાં આવશે.

News18 Gujarati
Updated: June 7, 2019, 8:06 PM IST
રેલવેની ટિકિટમાં મોટો ફેરફાર, મુસાફરને મળશે એરપોર્ટ જેવી સુવિધા!
રેલવે સ્ટેશનો પર ભીડ ઓછી કરવા અને મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખી ટૂંક સમયમાં એરપોર્ટ જેવી એન્ટ્રી અને એક્ઝિટની વ્યવસ્થા કરવામાં આવશે.
News18 Gujarati
Updated: June 7, 2019, 8:06 PM IST
તમે વગર ટિકિટે રેલની અંદર જઇ-આવી શકશો નહીં, રેલવે સ્ટેશનો પર ભીડ ઓછી કરવા અને મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખી ટૂંક સમયમાં એરપોર્ટ જેવી એન્ટ્રી અને એક્ઝિટની વ્યવસ્થા કરવામાં આવશે. આ સિવાય રેલવે તમામ સ્ટેશનો પર Wifi સર્વિસ આપવા અને A1 કેટેગરીના રેવલે સ્ટેશનને મોર્ડનાઇઝ કરવાનું રેવલેના આગામી 100 દિવસના એજન્ડામાં સામેલ છે.

આ 100 દિવસમાં અધ્યાધુનિક થનારા રેલવે સ્ટેશનોમાં સુરત, રાયપુર, દિલ્હી કેન્ટ અને રાચી જેવા સ્ટેશન સામેલ છે. આ કામમાં ખાસ મુસાફરોની સુરક્ષા અને સગવળતાને પ્રધાન્ય આપવામાં આવશે.

અહીં ક્લિક કરી વાંચોઃ પત્નીને છુટાછેડા આપી ગર્લફ્રેન્ડ માટે લીધો 500 કરોડનો બંગલો, જુઓ વીડિયો

હવે નો ટિકિટ, નો એન્ટ્રી

રેલવે સ્ટેશન પર એરપોર્ટ જેવી વ્યવસ્થા લાગુ થવા જઇ રહી છે. રેવલેનો નવો પ્લાન તૈયાર છે, તમામ A અને A1 કેટેગરીના સ્ટેશનો પર ઓટોમેટેડ ગેટ લગાવવાની વ્યવસ્થા હશે. હવે મુસાફરો વગર ટિકિટે રેલવેની અંદર જઇ શકશે નહીં. આ યોજનાને શરૂઆતમાં હબીબગંજ અને ગાંધીનગર રેલવેસ્ટેશનો પર લાગુ કરવામાં આવશે. ત્યારબાદ દિલ્હી અને મુંબઇના સ્ટેશનો પર પણ આ વ્યવસ્થા લાગુ થશે.

સરકારના આગામી 100 દિવસના રેલવેના એજન્ડામાં લોકોની સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ માટે એરપોર્ટ જેવી સુરક્ષા માટે આરપીએફ કમાન્ડોને પણ સીઆઇએસએફ કમાન્ડોની જેમ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ તમામ યોજના માટે રેલવેએ અંદાજે 115 કરોડ રૂપિયા જાહેર કરી દીધા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય રેલવે તરફથી મુંબઇમાં ભારે વરસાદને કારણે થતી મુશ્કેલીને ધ્યાને રાખી આ વર્ષે ખાસ યોજના બનાવી છે. આ વખતે રેલવેએ મોસમ વિભાગ સાથે મળી મીરા રોડ રેલવે સ્ટેશન અને ભાયંદર રેલવે સ્ટેશન પર Automatic Rain-Gauge system લગાવ્યા છે. આ સિસ્ટમથી રેલવે સતત થતા વરસાદ પર નજર રાખી શકશે.
First published: June 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...