ખેડૂત આંદોલનથી રેલવેને થયું કરોડોનું નુકસાન, લોકસભામાં રેલવેમંત્રીએ કહી મોટી વાત
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ
રેલવે તરફથી કહેવામાં આવ્યું છે કે આ વર્ષે ઓક્ટોબર સુધીના મહિનામાં ઉત્તર રેલવેના વિસ્તારમાં 1212 ધરણાં-પ્રદર્શન થયા હતા. જેના કારણે રેલવેને લગભગ 22 કરોડ 58 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.
નવી દિલ્હી: લગભગ એક વર્ષથી ચાલી રહેલા ખેડૂતોના વિરોધને (Farmers Protest) કારણે રેલવેને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. રેલવેના જુદા જુદા ઝોનમાં આ નુકસાન થયું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. એવું કહેવામાં આવ્યું છે કે આ વર્ષે 1 ડિસેમ્બર સુધી જે ઝોનમાં સૌથી વધુ નુકસાન થયું છે, તેમાં ઉત્તર રેલવે ( (Northern Railways)) પ્રથમ નંબરે છે.
રેલવે તરફથી કહેવામાં આવ્યું છે કે, આ વર્ષે ઓક્ટોબર સુધીના મહિનામાં ઉત્તર રેલવેના વિસ્તારમાં વારંવાર ધરણાં-પ્રદર્શન થયા હતા. જેના કારણે રેલવેને લગભગ 22 કરોડ 58 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. દિલ્હી, પંજાબ, હરિયાણા તાજેતરના સમયમાં ખેડૂતોના આંદોલનના સૌથી મોટા વિસ્તારો છે. આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ વિરોધ કર્યો હતો. જેની અસર રેલ્વેની આવક પર પડી છે અને તેને મોટું નુકસાન થયું છે.
આંદોલનની ટ્રેનોના પરિવહન પર થઈ અસર
રેલ્વેએ સ્પષ્ટ કર્યું છે કે, સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર ગુનાને રોકવા, શોધવા, નોંધવા અને તપાસ કરવા અને કાયદો જાળવવા માટે જવાબદાર છે. રેલ્વેએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે ચાલુ નાણાકીય વર્ષ 2021 દરમિયાન રેલ્વેને જે પણ અંદાજિત નુકસાન થયું છે તેના માટે અન્ય સંગઠનોના આંદોલન સાથે ખેડૂતોનું આંદોલન જવાબદાર છે. જેના કારણે ટ્રેનોનું સંચાલન ભારે ખોરવાઈ ગયું છે.
રેલ્વે દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, પૂર્વીય રેલ્વેને રૂ. 3,34,00,000, પૂર્વ મધ્યને રૂ. 15,11,602 પૂર્વ તટીય રેલ્વેને રૂ. 6,78, 91, 824, ઉત્તર મધ્યને 9, 37, 951, ઉત્તર પૂર્વને 14, 07, 217, ઉત્તર પશ્ચિમને 1,10,44,256 દક્ષિણ પૂર્વીયને રૂ. 2600, દક્ષિણ પૂર્વીયને રૂ. 263, દક્ષિણ પૂર્વીયને રૂ. 5, 79, 185 રૂપિયાનું નુકસાન થયું છે.
આંદોલનોના કારણે પ્રવાસીઓએ તેમના બુકિંગ કેન્સલ કર્યા
રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે અલગ-અલગ આંદોલનોને કારણે મોટી સંખ્યામાં મુસાફરોએ તેમના બુકિંગ કેન્સલ કર્યા છે. જેના કારણે રેલવેએ મુસાફરોનું ભાડું પરત કરવું પડ્યું હતું. આ સાથે આંદોલનને કારણે ઘણી જગ્યાએ ટ્રેનો રદ્દ કરવામાં આવી હતી. ઘણી ટ્રેનો થોડા સમય માટે બંધ કરવામાં આવી હતી.
રેલવેએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે મધ્ય રેલવેમાં 2, ઉત્તર પૂર્વ સરહદ રેલવેમાં 28, દક્ષિણ મધ્યમાં 3, પશ્ચિમમાં 7 અને પશ્ચિમ મધ્યમાં અલગ-અલગ કારણોસર 20 પ્રદર્શન થયા હતા. આમ છતાં કોઈ ટ્રેન કેન્સલ કરવી પડી નથી કે તેનો રૂટ બદલવો પડ્યો નથી. એટલે કે તેનાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર