RPFમાં કોન્સ્ટેબલની 19 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી? રેલવે તરફથી સામે આવ્યું નિવેદન
RPF ભરતી સૂચના
RPF Constable Recruitment: રેલવે દ્વારા કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, રેલવે સુરક્ષા દળોમાં કોન્સ્ટેબલની 19,800ની જગ્યાને લઈને ખોટો મેસેજ ફરી રહ્યો છે. આરપીએસ કે રેલ મંત્રાલય દ્વારા તેમની સત્તાવાર વેબસાઈટ પર અથવા પ્રિન્ટ કે ઈલોક્ટ્રોનિક મીડિયામાં આવી કોઈ સુચના આપવામાં આવી નથી.
નવી દિલ્હી: રેલવે પોલીસ ફોર્સ (RPF)એ બુધવારે કોન્સ્ટેબલની 19,800 જગ્યાઓ પર ભરતીના અહેવાલોને ફગાવી દીધા હતા. આ સાથે તેમણે જણાવ્યું કે, ‘રેલવે દ્વારા આવી કોઈ સૂચના જારી કરવામાં આવી નથી.’ વાસ્તવમાં સોશિયલ મીડિયા પર સમાચાર વહેતા થઈ રહ્યા હતા કે RPFમાં 19 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે. તેને જોતા આરપીએફ તરફથી આ નિવેદન આવ્યું છે.
રેલ્વે સુરક્ષા ફોર્સે કહ્યું, ‘સોશિયલ મીડિયા અને અખબારોમાં 19,800 કોન્સ્ટેબલ પોસ્ટની ભરતી અંગેના સમાચાર નકલી છે.’ તેઓએ તે પણ સ્પષ્ટ કર્યું છે કે, રેલ્વેએ નોકરી માટે આવી કોઈ સૂચના જારી કરી નથી.
રેલવે દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘રેલવે સુરક્ષા ફોર્સમાં કોન્સ્ટેબલની 19,800 પોસ્ટની ભરતીને લઈને સોશિયલ મીડિયા અને અખબારોમાં નકલી મેસેજ ફરતો થઈ રહ્યો છે. જેથી આ જાણ કરવામાં આવે છે કે RPF અથવા રેલવે મંત્રાલય દ્વારા તેમની સત્તાવાર વેબસાઇટ પર અથવા કોઈપણ પ્રિન્ટ અથવા ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા આવી કોઈ સૂચના જારી કરવામાં આવી નથી’