Home /News /national-international /Cyclone Jawad: યાત્રીગણ કૃપયા ઘ્યાન આપો, રેલવેએ જવાદ ચક્રવાતને કારણે 107 ટ્રેનો કરી રદ
Cyclone Jawad: યાત્રીગણ કૃપયા ઘ્યાન આપો, રેલવેએ જવાદ ચક્રવાતને કારણે 107 ટ્રેનો કરી રદ
જવાદ વાવાઝોડાને કારણે 107 જેટલી ટ્રેનો રદ્દ કરવાનો રેલવે વિભાગે કર્યો નિર્ણય.
Indian Railways: જવાદ ચક્રવાત (Jawad Tufaan)ને ધ્યાનમાં રાખીને મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને 107 ટ્રેનો રદ કરવામાં આવી છે. આ આંધ્રપ્રદેશ અને ઓડિશા (odisha)ના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પસાર થતી ટ્રેનો છે. તેમાંથી 54 ટ્રેનો અપમાં રદ કરવામાં આવી છે જ્યારે 53 ટ્રેનો ડાઉનમાં રદ (cyclon effect) કરવામાં આવી છે.
નવી દિલ્હી: રેલવે (Indian Railways)એ ચક્રવાત 'જવાદ' (Cyclone Jawad)ને ધ્યાનમાં રાખીને 107 ટ્રેનો રદ કરી દીધી છે. આ આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પસાર થતી ટ્રેનો છે. તેમાંથી 54 ટ્રેનો અપમાં રદ કરવામાં આવી છે જ્યારે 53 ટ્રેનો ડાઉનમાં રદ કરવામાં આવી છે.
જવાદ વાવાઝોડું ઝડપથી આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. આથી રેલવેએ સાવચેતીના પગલા રૂપે 2 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર સુધી 107 ટ્રેનો નહીં ચલાવવાનો નિર્ણય લીધો છે.
વાવાઝોડાની અસર બાદ ટ્રેનોને ફરીથી ચલાવવા અંગે નિર્ણય લેવામાં આવશે. રેલવે દ્વારા 2 ડિસેમ્બરે પાંચ ટ્રેનો અપમાં જ્યારે ડાઉનમાં ચાર ટ્રેનો રદ કરવામાં આવી હતી જ્યારે 3 ડિસેમ્બરે 37 ટ્રેનો અપમાં અને 30 ટ્રેનો ડાઉનમાં રદ કરવામાં આવી હતી.
4ડિસેમ્બરે અપમાં રદ કરવામાં આવેલી ટ્રેનોની સંખ્યા 11 છે જ્યારે ડાઉનમાં 17 ટ્રેનો રદ રહેશે. જ્યારે અપ એન્ડ ડાઉનમાં 1-1 ટ્રેનો 5 ડિસેમ્બરે રદ કરવામાં આવી છે. 6 ડિસેમ્બરે સાવચેતીમાં એક ટ્રેન પણ રદ કરવામાં આવી છે. રેલવેએ મુસાફરોને તેમની ટ્રેનની માહિતી સાથે સ્ટેશન આવવા અપીલ કરી છે.
5 ડિસેમ્બરે ઓડિશાના પુરી દરિયાકાંઠે જવાદ ત્રાટકશે નોંધપાત્ર રીતે બંગાળની ખાડી પરનું ઊંડું હવાનું દબાણ ચક્રવાતી તોફાન જવાદમાં ફેરવાઈ ગયું છે. આ માહિતી શુક્રવારે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આપવામાં આવી હતી. આઇએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, શનિવારે સવારે ઉત્તર આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે ચક્રવાત પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચે તેવી શક્યતા છે. ત્યારબાદ તે ઓડિશાના દરિયાકાંઠે અને આંધ્રપ્રદેશને અડીને ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ જશે અને 5 ડિસેમ્બરે બપોર સુધીમાં પુરીની આસપાસના દરિયાકાંઠે પહોંચશે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર