Home /News /national-international /જીવદયા: રેલવે વિભાગનો જોરદાર આઇડિયા! પશ્ચિમ ઘાટમાં સરિસૃપ તથા અન્ય જીવ માટે બનાવાશે અંડરપાસ

જીવદયા: રેલવે વિભાગનો જોરદાર આઇડિયા! પશ્ચિમ ઘાટમાં સરિસૃપ તથા અન્ય જીવ માટે બનાવાશે અંડરપાસ

Underpass for Reptiles: કાચબા, સરિસૃપ તથા અન્ય વન્ય જીવની સુરક્ષા કરવા માટે વન્યજીવના વિસ્તારમાંથી પસાર થતા રેલ્વે ટ્રેક નીચે ‘અંડરપાસ’ સ્થાપિત કરવા માટેના પ્રસ્તાવ પર કામ કરવામાં આવી રહ્યું છે.

Underpass for Reptiles: કાચબા, સરિસૃપ તથા અન્ય વન્ય જીવની સુરક્ષા કરવા માટે વન્યજીવના વિસ્તારમાંથી પસાર થતા રેલ્વે ટ્રેક નીચે ‘અંડરપાસ’ સ્થાપિત કરવા માટેના પ્રસ્તાવ પર કામ કરવામાં આવી રહ્યું છે.

    પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે (MoEFCC) વન્યજીવો માટે એક પ્રોજેક્ટની શરૂઆત કરી છે. કાચબા, સરિસૃપ તથા અન્ય વન્ય જીવની સુરક્ષા કરવા માટે વન્યજીવના વિસ્તારમાંથી પસાર થતા રેલ્વે ટ્રેક નીચે ‘અંડરપાસ’ સ્થાપિત કરવા માટેના પ્રસ્તાવ પર કામ કરવામાં આવી રહ્યું છે.

    મેંગ્લોરના એક વન્યજીવ કાર્યકર્તા નાગરાજ દેવાડિગાએ MoEFCC મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવને એક પત્ર લખ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, પશ્વિમી ઘાટમાં રેલવે ટ્રેક પાર કરતા સમયે અનેક વન્ય જીવને નુકસાન થઈ રહ્યું છે. આ કારણોસર દક્ષિણ પશ્વિમ રેલવે હેઠળ આવતા કાબાકા પુત્તૂર અને હસન વચ્ચે (139 કિમી) ‘અંડરપાસ’ નિર્મિત કરવા વિનંતી.

    પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, પશ્ચિમ ઘાટ એ વૈશ્વિક સ્તરે 325 લુપ્ત થતી પ્રજાતિઓનું નિવાસસ્થાન છે, જ્યાં 51 પ્રજાતિ એવી છે જે લુપ્ત થવાને આરે છે. જ્યાં મીઠા પાણીના કાચબાની 28 પ્રજાતિઓ છે, જેમાં બે પ્રજાતિ લુપ્ત થવાને આરે છે. સાપની 91 પ્રજાતિઓ, કરચલાની 75 પ્રજાતિ અને ગરોળીની ચાર પ્રજાતિ પ્રજનન માટે પશ્ચિમ ઘાટના વિસ્તારમાં આવે છે. જેથી રેલ્વે ટ્રેક પાર કરતા સમયે તેઓ ઘાયલ થઈ જાય છે અથવા મૃત્યુ પામે છે.

    જાપામાં ‘યૂ આકારની અંડરપાસ’ના પ્રોજેક્ટને સફળતા મળી

    નાગરાજ દેવાડિગાએ જણાવ્યું છે કે, જાપાનના ક્યોટો અને નારામાં કાચબાને બચાવવા માટે સફળતાપૂર્વક અંડરપાસ બનાવવામાં આવ્યો છે. એપ્રિલ 2015માં પશ્ચિમ જાપાન રેલ્વે વિભાગે સુમા એક્વાલાઈફના સહયોગથી રેલ્વે ટ્રેક નીચે ‘અંડરપાસ’ બનાવી છે. જેની મદદથી કાચબા તથા અન્ય જીવ સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે અને તેમને નુકસાન પણ થતું નથી.

    અગાઉ કાચબા રેલ્વે ટ્રેક નીચેથી પસાર થતા હતા, જેના કારણે તેઓ કચડાઈ જતા હતા. દેવાડિગાએ પત્રમાં સૂચન કર્યું છે કે, કાબાકા પુત્તૂર અને હસન વચ્ચે 139 કિમીના રેલ્વે ટ્રેક સાથે પ્રત્યેક 500 મીટર અંતરે અંડરપાસનું નિર્માણ કરવું જોઈએ. આ પત્રને ધ્યાનમાં રાખીને MoEFCC મંત્રાલયે વન્યજીવ વિભાગને આ રજૂઆત અંગે સ્ટડી અને તેની અસર વિશે જાણકારી મેળવવા માટે જણાવ્યું છે. દક્ષિણ પશ્ચિમ રેલ્વેના સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે, MoEFCC તરફથી આ પ્રકારનો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Indian railways, Rail, Western railway

    विज्ञापन
    विज्ञापन