Home /News /national-international /

12 લાખ રેલવે કર્મચારીઓને ભેટ, મળશે 78 દિવસનું દિવાળી બોનસ

12 લાખ રેલવે કર્મચારીઓને ભેટ, મળશે 78 દિવસનું દિવાળી બોનસ

પ્રતિકાત્મક તસવીર

તહેવારની સિઝન પહેલા સરકારે રેલવે કર્મચારીઓને બોનસ આપવાના પ્રસ્તાવ ઉપર નિર્ણય લેવાયો છે.

    તહેવારની સિઝન પહેલા સરકારે રેલવે કર્મચારીઓને બોનસ આપવાના પ્રસ્તાવ ઉપર નિર્ણય લેવાયો છે. આ વખતે રેલવેના પ્રતિ કર્માચરીને રૂ.17,950 રૂપિયા બોનસ તરીકે મળશે. ઉલ્લેખનીય છે કે 78 દિવસનો પગાર બોનસ તરીકે આપવામાં આવશે. રેલવના આશરે 12 લાખ નોન ગેજેટેડ કર્મચારીઓને આ ફાયદો થશે.

    78 દિવસોના પગાર બોનસ તરીકે આપવાની ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશન (એઆઇઆરએફ)ની માંગણીને સ્વીકારતા બોર્ડે 78 દિવસમાં બોનસ આપવાનો નિર્ણય કર્યો છે.

    આ બોનસ રેલવે બોર્ડના વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓને મળશે. એના માટે અલગથી સપ્લીમેટ્રી બિલ પાસ કરાવીને એક દિવસમાં સીધા જ કર્મચારીઓ બેન્ક ખાતામાં બોનસના રૂપમાં જમા કરવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે, દર વર્ષે રાજ્ય અને કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને દિવાળી બોનસ આપે છે. એવું માનવામાં આવે છે કે રેલવે પછી કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ ટૂંક સમયમાં પોતાના કર્મચારીઓને આકર્ષક બોનસની ભેટ આપી શકે છે.

    આગામી દિવસોમાં દિવાળીના તહેવાર આવી રહ્યા છે ત્યારે ખાનગી કંપનીઓ પણ પોતાના કર્મચારીઓને નાનું મોટું બોનસ આપે છે.
    Published by:ankit patel
    First published:

    Tags: 78 days, Bonus, Staff, ભારતીય રેલવે

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन