રેલવેએ અમૃતસર ટ્રેન દુર્ઘટનાની જવાબદારી પંજાબ સરકાર ઉપર નાખીઃ વળતર નહીં આપે એવું અનુમાન

News18 Gujarati
Updated: October 20, 2018, 11:13 AM IST
રેલવેએ અમૃતસર ટ્રેન દુર્ઘટનાની જવાબદારી પંજાબ સરકાર ઉપર નાખીઃ વળતર નહીં આપે એવું અનુમાન
શોકમાં ગરકાવ મૃતકોના પરિવાર

પંજાબના અમૃતસર પાસે દશેરાના દિવસે સાંજે એક ટ્રેન દુર્ઘટનામાં 60થી વધુ લોકોના મોત થયા છે. આ ઘટનાની સંપૂર્ણ જવાબદારી પંજાબ સરકાર ઉપર નાંખી છે

  • Share this:
પંજાબના અમૃતસર પાસે દશેરાના દિવસે સાંજે એક ટ્રેન દુર્ઘટનામાં 60થી વધુ લોકોના મોત થયા છે. આ ઘટનાની સંપૂર્ણ જવાબદારી પંજાબ સરકાર ઉપર નાંખી છે. રેલવે બોર્ડના ચેરમેન અશ્વીની લોહાનીએ શનિવારે સવારે સીએનએન ન્યૂઝ 18થી ખાસ વાતચીત કરતા એ સ્પષ્ટ કહ્યું હતું કે, આ અતિક્રમણનો મામલો છે. તેમણે ચોખ્ખુ કહ્યું કે આ સંબંધમાં રેલવે તરફથી કોઇ જ તપાસ નહીં કરવામાં આવે. આ કાર્યક્રમ માટે રેલવેને કોઇ જ જાણકારી આપવામાં આવી ન હતી. અને આ અંગે કોઇ મંજૂરી પણ માંગી ન હતી.

લોહાનીએ કહ્યું કે ઘટના રેલવેમાં મેન લાઇન ઉપર ટ્રેન એક નિર્ધારિત સ્પીડથી દોડી રહી હતી. તેમણે જણાવ્યું કે, ડીએમયુ ડ્રાઇવરે હોર્ન વગાડ્યો અને બ્રેક લગાવવાની કોશિશ પણ કરી હતી. જોકે, ડીએમયુને રોકવા માટે ઓછામાં ઓછું 625 મિટર પહેલા બ્રેક લગાવવી પડે.

જેના કારણે ટ્રાઇવર ટ્રેનને ન રોકી શક્યો. તેણે વધું કહ્યું કે દુર્ઘટના ઘટીએ ટ્રેન રેગ્યુલર બેસિસ ઉપર દોડતી હતી. આ ટ્રેન અકસ્માતનો મામલો નથી પરંતુ રેલવે ટ્રેક ઉપર અતિક્રમણનો મામલો છે. એટલા માટે આ અંગે રેલવેએ તપાસના આદેશ આપ્યા નથી.

બોર્ડ ચેરમેનના આ નિવેદન પછી માનવામાં આવી રહ્યું છે કે, આ દુર્ઘટના માટે રેલવે તરફથી વળતરની જાહેરાત નહીં કરવામાં આવે. પંજાબ સરકારે મૃતકોના પરિવારને પાંચ લાખ અને કેન્દ્ર સરકારે 2 લાખનું વળતર આપવાની જાહેર કરી છે.

રેલવેના એક અધિકારીએ કહ્યું હતું કે વરિષ્ઠ મંત્રીની પત્ની આ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચી હતી. એટલે કે આ કાર્યક્રમ અંગે પંજાબ સરકાર અને તંત્રને જાણકારી હતી. ઉલ્લેખનીય છે કે, દશેરના કાર્યક્રમમાં દુર્ઘટના બની એમાં પંજાબના કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિધ્ધુના પત્ની નવજોત કૌર સિધ્ધુ હાજરી આપી હતી. તેમના ઉપર આરોપ લાગ્યા છે કે ઘટના ઘટ્યા પછી મદદ કરવાના બદલે ત્યાંથી ચાલ્યા ગયા હતા.

જોકે, તેમણે જણાવ્યું હતું કે, રાવણનું પુતળું દહન થતું હતું ત્યારે જ તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. ઘટનાની જાણકારી તેમને ન્હોતી. અમારી પ્રાથમિક્તા રાજનીતિ કરવાની નહીં પરંતુ ઘાયલોને સુવિધા અને સારવાર આપવાની છે.
First published: October 20, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading