રેલવે મંત્રીની બે મોટી જાહેરાત, હવે યાત્રીઓની સુરક્ષા CORAS કમાન્ડો કરશે

News18 Gujarati
Updated: August 15, 2019, 4:24 PM IST
રેલવે મંત્રીની બે મોટી જાહેરાત, હવે યાત્રીઓની સુરક્ષા CORAS કમાન્ડો  કરશે
કોરસ કમાન્ડો

દેશમાં વધતા જતાં આતંકવાદી જોખમને જોતાં હવે રેલવેએ સુરક્ષા સઘન બનાવવા CORAS એટલે કે કમાન્ડો ફોર રેલવે સિક્યોરિટી ફોર્સ તૈયાર કરી છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : ભારતીય રેલવેએ યાત્રીઓને સુરક્ષા આપવા માટે હવે કમાન્ડોની નવી ફોર્સ તૈયાર કરવાની જાહેરાત કરી છે. આ ફોર્સ ટ્રેનમાં થનારા સંભવિત આતંકવાદી હુમલા અને નક્સલી હુમલા સામે લડી શકવા સક્ષમ હશે. રલેવે મંત્રી પિયૂષ ગોયલે જાહેરાત કરી હતી કે આ ફોર્સને CORAS નામ આપવામાં આવ્યું છે. આ ફોર્સ RPFની જેમ કામ કરશે. રેલ મંત્રી ગોયલે ટિકિટોના કાળાબજાર અંગે પણ ચિંતા દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે RPFએ અત્યારસુધીમાં એક હજારથી વધુ ટિકિટ દલાલોને ઝડપી પાડ્યા છે.

રેલવે મંત્રીએ કહ્યું કે RPFના જવાનો જ CORAS ફોર્સમાં કામ કરશે. આ ફોર્સની પ્રથમ બટાલિયન 14મી ઑગસ્ટે ફરજ પર જોડાઈ ગઈ છે. આ ફોર્સને મહત્ત્વપૂર્ણ રેલેવ સ્ટેશનો અને રેલવે ફ્કેટરિયોમાં તહેનાત કરાશે. પ્રથમ તબક્કામાં CORASના 1200 કમાન્ડો દેશભરમાં એ વિસ્તારોમાં તૈનાત કરાશે, જ્યાં આતંકી હુમલાનું જોખમ વધુ છે.

આ પણ વાંચો : સ્વતંત્રતા દિવસ પર ખેડૂતોને મળી ગિફ્ટ! ખાતરના ભાવમાં ધરખમ ઘટાડો

કોરસ કમાન્ડોની વિશેષતા
કોરસ કમાન્ડો દરેક પ્રકારના આતંકવાદી, નકસલી હુમલા, કોઈ પણ ટ્રેનમાં કોઈને બંધક બનાવવાનો પ્રયાસ હોય કે પછી ટ્રેનનું અપહરણ કરવાનો પ્રયાસ હોય, કોઈ પણ પ્રકારની સ્થિતિમાં કાવતરાને નિષ્ફળ બનાવવામાં તેઓ સક્ષમ છે.

રેલવે મંત્રી પીયુષ ગોયલે નવી દિલ્હીમાં તેની શરૂઆત કરતા જણાવ્યું કે, રેલવે તેના મુસાફરોની દરેક પ્રકારે સુરક્ષા કરવા માટે તૈયાર છે. કોરસ કમાન્ડો આધુનિક હથિયારો અને તાલીમ સાથે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકે છે.આ પણ વાંચો :  મહિલાઓને CM કેજરીવાલની ભેટ, ભાઈદૂજથી DTC બસોમાં મફતમાં મુસાફરી કરી શકશે

તમામ ટ્રેનો CCTVથી સજ્જ થશે
રેલવે મંત્રીએ જણાવ્યું કે યાત્રીઓની સુરક્ષા માટે તમામ રેલેવે સ્ટેશન પર CCTV કેમેરાં લગાવવામાં આવશે. આ કેમેરાની લિંક નજીકના મોટા સ્ટેશન, આર.પી.એફ અને જી.આર.પી. કાર્યાલય વગેરે જગ્યાએ કરાશે. બીજા તબક્કામાં દેશની તમામ ટ્રેનોને CCTVથી સજ્જ કરાશે.
First published: August 15, 2019, 4:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading