Home /News /national-international /Indian Railways: રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, રેલવેના આ કર્મચારીઓનો પગાર વધશે

Indian Railways: રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, રેલવેના આ કર્મચારીઓનો પગાર વધશે

ભારતીય રેલવેની ફાઇલ તસવીર.

રેલવે કર્મચારીઓના પગાર વધારાની જાહેરાત કરતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, સુપરવાઈઝર કેડરના કર્મચારીઓમાં છેલ્લા 16 વર્ષથી આવી માંગ કરવામાં આવી રહી છે. આ કર્મચારીઓમાં પ્રમોશન માટેનો એકમાત્ર વિકલ્પ ગ્રુપ બીની પરીક્ષા લેવાનો હતો અને 3,712 જગ્યાઓ માટે પસંદગી કરવાનો હતો.

વધુ જુઓ ...
    રેલવે કર્મચારીઓને સરકારે એક મોટા ખુશખબર આપ્યા છે. ખરેખરમાં રેલ મંત્રીએ ઘોષણા કરી છે કે, સરકાર ખુબ જ જલ્દી રેલવેના લગભગ 80 હજાર કર્મચારીઓના પગારમાં સુધારો કરવા જઇ રહી છે. રેલવે કર્મચારીઓમાં સ્પર્ધા વધારવા અને કામનો કંટાળો ખતમ કરવા માટે સરકાર આ પગલું ભરવા જઈ રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે 16મી નવેમ્બરે નવી જોગવાઈઓની જાહેરાત કરી છે.

    ભારતીય રેલવે નવી જોગવાઈ દ્વારા સુપરવાઇઝરી કેડરને ગ્રુપ A અધિકારીઓની સમકક્ષ પગાર માળખા સુધી પહોંચવાની તક આપી રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે લેવલ-7માં રેલવેના સુપરવાઇઝરી કેડરમાં પગારવધારો અને પ્રમોશનનો અવકાશ ઘણો ઓછો છે. પગાર વધારાને કારણે રેલવે કર્મચારીઓ વધુ સારું કામ કરવા માટે પ્રેરિત થશે.

    કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે?

    રેલવે કર્મચારીઓના પગાર વધારાથી લગભગ 40,000 સુપરવાઇઝરી ગ્રેડના કર્મચારીઓને ફાયદો થશે. સુપરવાઈઝર કેટેગરીમાં સ્ટેશન માસ્ટર, ટિકિટ ચેકર, ટ્રાફિક ઈન્સ્પેક્ટર વગેરેનો સમાવેશ થાય છે. આ બધાને ફિલ્ડ લેવલના કર્મચારીઓ કહેવામાં આવે છે. આ વધારા બાદ કર્મચારીઓને દર મહિને સરેરાશ 2,500 થી 4,000 રૂપિયા વધુ પગાર મળશે. આ સિવાય રેલવેના પગાર બિલમાં 10 હજાર કરોડ રૂપિયાનો બોજ વધશે.

    આ પણ વાંચો: LPG સિલિન્ડર પોતે જ જણાવશે કે ગેસની ચોરી થઈ છે કે નહીં, ગેસની બોટલ પર જ લાગશે QR કોડ

    આ રેલવે કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવશે

    રેલવે કર્મચારીઓના પગાર વધારાની જાહેરાત કરતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, સુપરવાઈઝર કેડરના કર્મચારીઓમાં છેલ્લા 16 વર્ષથી આવી માંગ કરવામાં આવી રહી છે. આ કર્મચારીઓમાં પ્રમોશન માટેનો એકમાત્ર વિકલ્પ ગ્રુપ બીની પરીક્ષા લેવાનો હતો અને 3,712 જગ્યાઓ માટે પસંદગી કરવાનો હતો. હવે આ જાહેરાત બાદ 50 ટકા કર્મચારીઓને લેવલ 7 થી લેવલ 8માં પ્રમોશન આપવામાં આવશે.

    તેમને ઇન્ક્રીમેન્ટનો લાભ પણ મળશે

    સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, S&T ટ્રાફિક કેમિકલ અને S&T, મેટલર્જિકલ, સ્ટોર્સ અને કોમર્શિયલ વિભાગના સુપરવાઇઝરને પણ રેલવે કર્મચારીઓના પગારમાં નવી જોગવાઈનો લાભ મળશે. AIRFના જનરલ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું કે ઓલ ઈન્ડિયા રેલ્વેમેન ફેડરેશન (AIRF)ની સાથે રેલવે મંત્રાલય તેમજ DOPT અને MOF (DOI)ના જોરદાર પ્રયાસો બાદ આ શક્ય બન્યું છે. એસોસિએશને કર્મચારીઓનો પગાર 4600 રૂપિયાથી વધારીને 5400 રૂપિયા કરવાની માંગ કરી હતી.

    રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું કહેવું છે કે રેલવે કર્મચારીઓના પગારમાં વધારો કરવાના આ પગલાથી સરકારી તિજોરી પર કોઈ આર્થિક અસર નહીં પડે કારણ કે તે મુખ્યત્વે તેના ડીઝલ બિલને બચાવીને રેલવે દ્વારા વળતર આપવામાં આવશે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Indian railways, Ministry of Railways, Railway Jobs

    विज्ञापन
    विज्ञापन