પાકિસ્તાની જાસૂસઃ રેલવેના કર્મચારી આ કારણે ઇન્ટેલિજન્સ એજન્સીઓના રડાર પર આવ્યા

પ્રતીકાત્મક તસવીર

રેલવેના કેટલાક કર્મચારીઓ પાકિસ્તાની જાસૂસો સાથે ભળી ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે

 • Share this:
  દીપક બિષ્ટ, નવી દિલ્હીઃ પાકિસ્તાની જાસૂસ કાંડ (Pakistani Spy)માં એક નવો ખુલાસો થયો છે. ભારતીય રેલવે (Indian Railways)ના કેટલાક કર્મચારી પણ આર્મી ઇન્ટેલિજન્સ (MI), આઇબી (IB) અને સ્પેશલ સેલના રડાર પર આવી ગયા છે. કેટલાક કર્મચારીઓ પાકિસ્તાની જાસૂસો સાથે ભળી ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સોમવારે 3-4 કર્મચારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. આ કર્મચારીઓ પાસેથી કઈ જાણકારી કે દસ્તાવેજ લેવામાં આવ્યા હતા અને ક્યારે-ક્યારે તેમની મુલાકાત થઈ હતી, તે અંગે જાણકારી મેળવવામાં આવશે.

  આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે રેલવેના કર્મચારી મૂવમેન્ટ ડીપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા હોઈ શકે છે. રેલવેનું આ ડિપાર્ટમેન્ટ જ સેનાના યૂનિટને ટ્રેનથી એક સ્થળેથી બીજા સ્થળે મોકલવાનું કામ કરે છે. મળતી જાણકારી મુજબ, આમ તો દિલ્હી પોલીસના સ્પેશલ સેલે આ જાસૂસોના મોબાઇલ ફોનમાંથી ડેટા અને જાણીકારી લઈ લીધા છે. સાથોસાથ આ જાસૂસોની મૂવમેન્ટ દેશમાં ક્યાં-ક્યાં થઈ, એના વિશે પણ જાણકારી મેળવી લેવામાં આવી છે.

  MIએ જાસૂસોને પકડવા માટે આવી રીતે પાથરી હતી જાળ

  ઇન્ટેલિજન્સ એજન્સીઓ મુજબ, ISIના કહેવા પર આ ત્રણેય જાસૂસ પાકિસ્તાની હાઇ કમીશનમાં ઉપયોગમાં લેવાતા તમામ દસ્તાવેજ જેમ કે આધાર કાર્ડ અને બીજા દસ્તાવેજો દ્વારા નકલી નામથી SIM કાર્ડ ઇસ્યૂ કરાવી લેતા હતા. ત્યારબાદ ભારતીય સેનાના નાના રેન્કના કર્મચારીઓ, અધિકારીઓને પોતાની જાળમાં સફાવવાનો પ્રયાસ પણ કરતા હતા.

  કર્મચારીઓ પર નજર

  MI અને સ્પેશલ સેલે ગત મહિને સતત પાકિસ્તાની હાઇકમીશનના આ બંને કર્મચારીઓ અને તેમના ડ્રાઇવર પર નજર રાખવાનું શરૂ કર્યું અને પછી રવિવાર સાંજે કરોલ બાગ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓના એક અધિકારીએ ભારતીય સેનાના એક કર્મચારી બની આબિદ અને તાહિર સાથે એક મીટિંગ ફિક્સ કરી.

  ઘટનાસ્થળેથી પકડાઈ ગયા

  પ્લાન મુજબ, ભારતીય સેનાના ડમી કર્મચારીએ પોતાના માટે એક સ્માર્ટફોન અને 15 હજાર રોકડની ડિમાન્ડ કરી. જેને આપવા માટે જ્યારે પાકિસ્તાન હાઇકમીશનના ડ્રાઇવર જાવેદ, તાહિર અને આબિદને લઈને કરોલ બાગ પાકિસ્તાન હાઇકમીશનની કારથી પહોંચ્યા, સ્પેશલ સેલે ત્રણેયને ઘટનાસ્થળે રંગે હાથ મોબાઇલ ફોન અને રોકડ સાથે કસ્ટડીમાં લઈ લીધા .

  આ પણ વાંચો, ચીનની ભારતને ખુલી ચેતવણીઃ US સાથે ચાલી રહેલા વિવાદથી દૂર રહો, નહીં તો બરબાદ થઈ જશો

  સેનાના ડમી કર્મચારી પાસેથી ત્રણેય પાકિસ્તાની નાગરિકોએ ભારતીય સેના સાથે જોડોયલી ખાનગી જાણકારીમાં ભારતીય સેનાના હથિયારોની ખેપની જાણકારી અને સેનાની તૈનાતીની જાણકારી મેળવવા માટે ડીલ કરી હતી. ત્યારબાદ જ દેશની સુરક્ષા એજન્સીઓ અને MI સ્પેશલ સેલને આ સફળતા મળી છે.

  આ પણ વાંચો, ...જ્યારે વ્હાઇટ હાઉસમાં થઈ અફરાતફરી, ડોનાલ્ડ ટ્રમ્પને પણ બન્કરમાં સંતાવું પડ્યું
  Published by:Mrunal Bhojak
  First published: