શું તમે જાણો છો કો રાજધાની એક્સપ્રેસથી કેટલી કમાણી કરશે છે રેલવે 

ભારતીય રેલવે રાજધાની એક્સપ્રેસના એસી-3ના મુસાફરોથી આશરે 45 ટકા વધારે નફો વસુલી રહી છે. ભારતીય રેલવે માટે રાજધાની, શતાબ્દી, દુરંતો અને બાકીની પ્રીમિયમ ટ્રેનોથી વધારે નફાનો સોદો છે.

News18 Gujarati
Updated: April 16, 2018, 6:17 PM IST

રેલવે મુસાફરો પાસેથી આશરે 45 ટકા વધારે નફો વસુલી રહી છે

ઉદાહરણ તરીકે દિલ્હીથી હાવડાની વચ્ચે એસી-3માં રાજધાની એક્સપ્રેસનું ભાડું 1920 રૂપિયા છે. જેના કેટરિંગનો ચાર્જ પણ સામેલ છે. પરંતુ રાજધાની એક્સપ્રેસમાં લાગેલા ફ્લેક્સી ફેયર જોડી દઇએ તો એસી-3ના મુસાફરોને સરેરાશ 35 ટકા ડાયનેમિક ચાર્જ આપવાનો હોય છે. આમ દિલ્હીથી હાવડા વચ્ચે રાજધાની એક્સપ્રેસ માટે એક મુસાફરને આશરે 2630 રૂપિયા આપવાના હોય છે. જોકે આના પર રેલવેનો ખર્ચ રૂ.1810 છે. એટલે કે રેલવે મુસાફરો પાસેથી આશરે 45 ટકા વધારે નફો વસુલી રહી છે. આ રૂટ ઉપર દોડારી બીજી સુપરફાસ્ટ ટ્રેન પૂર્વ એક્સપ્રેસ એસી-3નું ભાડું 1670 રૂપિયા છે.

દરેક પ્રકારની ટ્રેનોના એસી-3 ક્લાસના મુસાફરોથી 7 ટકાનો ફાયદો થાય છે

રેલવેના આંકડાઓ પ્રમાણે તેને દરેક પ્રકારની ટ્રેનોના એસી-3 ક્લાસના મુસાફરોથી 7 ટકાનો ફાયદો થાય છે. એટલે કે રેલવેની સૌથી મોટી કાતર રાજધાની એક્સપ્રેસના મુસાફરો ઉપર ચાલે છે.  આ ટ્રેનમાં એસી-2 માટે ભાડાની વાત કરીએ તો આના પર રેલવેનો ખર્ચ 3595 રૂપિયા છે. જ્યારે સરેરાશ ડાયનેમિક ચાર્જ પછી એક સીટ પર રૂ.3813 મુસાફરો પાસેથી વસુલે છે. રેલવેને આનાથી આશરે 6 ટકાનો નફો થાય છે. રેલવેનો દાવો છે કે તેને એસી-2ના મુસાફરોથી 27 ટકાનું નાકસાન થાય છે. જે પ્રીમિયમ ટ્રેનો પર લાગુ નથી થતું. ભારતીય રેલવે એ સપ્ટેમ્બર 2016થી રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી ટ્રેનો ઉપર ફ્લેસ્કી ફેયર એટલે કે ડાયનેમિક પ્રાઇસિંગ લાગુ કર્યું છે. માત્ર ડાયનેમિક ચાર્જથી રલેવેને 2017-18માં રૂ. 860 કરોડ રૂપિયા મુસાફરોથી વસુલે છે.

મુંબઇ લોક ટ્રેનમાં 4000 કરોડથી વધારે નુકસાન થાય છે
Loading...

રેલવેએ ગત મહિને સંસદના એક સવાલના જવાબમાં કહ્યું હતુંકે, ત્રણ વર્ષમાં મુંબઇ લોક ટ્રેનમાં 4000 કરોડથી વધારે નુકસાન થાય છે. ભારતીય રેલવેમાં દરરોજ આશરે 2.3 કરોડ લોક સફર કરે છે. જેમાં સૌથી વધારે સંખ્યા મુંબઇ સબઅર્બન ટ્રેનોમાં મુસાફરી કરનારા લોકોની હોય છે. અહીં દરરોજ 85 લાખ મુસાફરો લોકલ ટ્રેનોમાં યાત્રા કરે છે. હાલની એનડીએ સરકારમાં રેલવેમંત્રી બન્યા પછી સદાનંદ ગૌડાએ સબઅર્ન ટ્રેનોના ભાડામાં સામાન્ય વધારો કર્યો છે. પરંતુ મુંબઇથી નેતાઓ-સાંસદોએ રેલવે મંત્રાલયમાં આવીને ધરણા કર્યા હતા. જેના કારણે ગૌડાએ આ ભાવ વધારો પાછો ખેંચવો પડ્યો હતો. ત્યારબાદ સુરેશ પ્રભુ અને હવે પીયુષ ગોયલ રેલવે મંત્રી બન્યા છે.
First published: April 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर