રેલવેમાં 3 લાખ કર્મચારીની કરાશે છટણી, આ લોકોની જશે નોકરી

News18 Gujarati
Updated: July 29, 2019, 8:17 PM IST
રેલવેમાં 3 લાખ કર્મચારીની કરાશે છટણી, આ લોકોની જશે નોકરી
રેલવે બોર્ડે જોનલ ઓફિસોને જે પત્ર મોકલ્યો છે, તે પ્રમાણે જોનલ રેલવેઝને સૂચના અપાઇ છે કે તેઓ પોતાના સ્ટાફના એક સર્વિસ રેકોર્ડ તૈયાર કરે.

રેલવે બોર્ડે જોનલ ઓફિસોને જે પત્ર મોકલ્યો છે, તે પ્રમાણે જોનલ રેલવેઝને સૂચના અપાઇ છે કે તેઓ પોતાના સ્ટાફના એક સર્વિસ રેકોર્ડ તૈયાર કરે.

  • Share this:
કામચોરી કરનારા કર્મચારીઓની છટણી માટે ઇન્ડિયન રેલવેએ જોનલ ઓફિસોને એવા કર્મચારીઓનું લિસ્ટ તૈયાર કરવાનું કહ્યું છે. રેલવે મિનિસ્ટ્રીના એક સૂત્રએ જણાવ્યું કે એક નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં લોકોનું લિસ્ટ બનાવવા માટે કહેવામાં આવ્યું છે જે 55 વર્ષની ઉંમર પાર કરી ચૂક્યા છે અથવા 2020ની પ્રથમ તિમાહી સુધી રેલવેમાં તેમની નોકરીના 30 વર્ષ પૂર્ણ થઇ ચૂક્યા છે.

રેલવે બોર્ડે જોનલ ઓફિસોને જે પત્ર મોકલ્યો છે, તે પ્રમાણે જોનલ રેલવેઝને સૂચના અપાઇ છે કે તેઓ પોતાના સ્ટાફના એક સર્વિસ રેકોર્ડ તૈયાર કરે, જેની સાથે તેમનું પ્રોફાર્મા સંલગ્ન કરવામાં આવ્યુ છે. આ રેકોર્ડમાં એવા કર્મચારીઓને સામેલ કરવામાં આવશે જે પોતાની 55 વર્ષની ઉંમર પાર કરી ચૂક્યા છે અથવા 2020ની પ્રથમ તિમાહી સુધી રેલવેમાં 30 વર્ષ નોકરી કરી પેન્શન મેળવવા લાયક થઇ ચૂક્યા છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ બંને ક્રાઇટેરિયામાં આવનારા લોકોનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવે, 2020ની પ્રથમ તિમાહીનો અર્થ પત્રમાં સ્પષ્ટ કરતાં જાન્યુઆરીથી માર્ચ 2020 જણાવવામાં આવી છે.

અહીં ક્લિક કરી વાંચોઃ ભાલો લઈને ખતરનાક જંગલમાં પહોંચ્યા PM મોદી, જુઓ જોરદાર તસવીરો

રેલવેનો આ પત્ર 27 જુલાઇએ જાહેર કરવામાં આવ્યો છે કારણ કે તેમા આ તારીખ હતી, સાથે જ તેમાં રેલવે બોર્ડે જોનલ ઓફિસો માટે લિસ્ટ મોકલવાની અંતિમ તારીખ 9 ઓગસ્ટ નક્કી કરી છે.

રેલવે સાથે જોડાયેલા સૂત્રએ જણાવ્યું કે આ એક સમય સમય પર કરવામાં આવતો રિવ્યું છે જેની મદદથી એવા કર્મચારીઓની ઓળખ કરવામાં આવે છે જે યોગ્ય રીતે કામ નથી કરી રહ્યાં અને તેમની સાથે અનુશાસનાત્મક કાર્યવાહી કરવા તેઓને સમય પહેલા નિવૃત કરવામાં આવે છે. આ સરકાર આ પ્રકારની કાર્યવાહીને લઇને ખૂબ જ સીરિયસ છે.
First published: July 29, 2019, 8:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading